2027માં ભારતનો GDP વૃદ્ધિ દર વધીને 7.5% થશે, ફુગાવાનો દર ઓછો રહેશેઃ ઈકોનોમિક આઉટલૂક
AI Image
મુંબઈ, 16 ડિસેમ્બર, 2025: માળખાગત અને નિયમનકારી સુધારા, ઋણ પાછળનો ઓછો ખર્ચ, ઝડપી મૂડી નિર્માણ અને નીતિગત સરળતાથી ચક્રીય પ્રોત્સાહનને કારણે નાણાકીય વર્ષ 2027માં ભારતનો વૃદ્ધિ દર સામાન્ય વલણથી વધુ રહેવાની શક્યતા છે, તેમ એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ અને એક્સિસ કેપિટલના ગ્લોબલ રિસર્ચના હેડ નીલકંઠ મિશ્રાએ બેંકના આઉટલૂક 2026 રિપોર્ટમાં જણાવ્યું છે. મિશ્રા અને બેંકની આર્થિક સંશોધન ટીમનું માનવું છે કે આર્થિક સુસ્તીને કારણે અર્થતંત્ર ફુગાવાના દબાણ વિના સામાન્ય વલણથી ઉપર વૃદ્ધિને ટકાવી શકે છે. India’s GDP growth will accelerate to 7.5% in FY27, while inflation remains low, says Axis Bank’s Economic Outlook.
રિપોર્ટની હાઇલાઇટ્સ:
એક્સિસ બેંક વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થામાં 7.5%ના સામાન્ય વલણથી વધુ અને સર્વસંમતિથી ઉપરની વૃદ્ધિનો અંદાજ માંડે છે.
લેખકના થીસીસ કેટલાક પરિબળો પર આધારિત છે:
- રાજકોષીય ખેંચમાં ઘટાડો અને સહાયક નાણાકીય નીતિ 7.5%થી ઉપરની વૃદ્ધિને આગળ ધપાવશે. મધ્યમ ગાળામાં વૃદ્ધિને વેગ આપવા માટે માળખાકીય સુધારા અને નિયમનકારી હળવાશ.
- નાણાકીય વર્ષ 2027માં મૂડી ખર્ચમાં વધારો કરવા માટે સુધારેલી નાણાકીય સ્થિતિ, મૂડીનો ઓછો ખર્ચ, ક્ષમતાનો વધુ ઉપયોગ (નવા મૂડીખર્ચની જરૂર).
- TFPમાં એકધારો વધારો અને મૂડી નિર્માણમાં સુધારો 7%ના વૃદ્ધિના અંદાજ માટે ટેકારૂપ બને છે.
નાણાકીય વર્ષ 2027માં મુખ્ય ફુગાવો 4% રહી શકે, પરંતુ આર્થિક સુસ્તી યથાવત રહેશે
- ભાવનાદબાણનો વધુ સારો માપદંડ, સરેરાશ ફુગાવો, 18 મહિનાથી 3% પર સ્થિર રહ્યો છે, જે અર્થતંત્રમાં સતત સુસ્તીનો સંકેત છે.
- એક્સિસબેંકની ધારણા છે કે વલણથી વધુ વૃદ્ધિ અને ખાદ્ય ચીજોની કિંમતોમાં સંભવિત પુનઃઉછાળા છતા નાણાકીય વર્ષ 2027માં મુખ્ય ફુગાવો 4%થી વધુ રહેશે.
- નીતિવિષયકવ્યાજદરો કદાચ તળિયે પહોંચ્યા છે, પરંતુ નાણાકીય પ્રસારણ અને ધિરાણમાં વૃદ્ધિને મદદરૂપ થવા માટે નાણાંનો પુરવઠો ઓર વધી શકે છે, પુરવઠા તરફી પગલાં (વધુ ટી-બિલ, ટૂંકા ગાળાના બોન્ડ) વળતરના વળાંકની તીવ્રતાને ઘટાડી શકે છે.
- એક્સિસબેંકની ધારણા પ્રમાણે નાણાકીય વર્ષ 2027માં 10 વર્ષનું વળતર 6%ની નજીક રહેશે.
ભારતનું બાહ્ય સંતુલન સ્થિર છે, ડોલર–રૂપિયાની નબળાઈ મદદ કરે છે
- રૂપિયાની તાજેતરની નબળાઈએ REERને સ્પર્ધાત્મક સ્તરે લાવી દીધું છે.
- એક્સિસ બેંકને અપેક્ષા છે કે ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ 2026માં GDPના 1.2% અને નાણાકીય વર્ષ 2027માં 1.3% સુધી વધશે, જ્યારે નાણાકીય વર્ષ 2026ના બીજા/ત્રીજા ત્રિમાસિક ગાળામાં મૂડીના પ્રવાહમાં વધારો ઓછો થવાની શક્યતા છે.
