ઈન-સ્પેસે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને ‘અંતરિક્ષ પ્રયોગશાળા’ સ્થાપવા માટે આમંત્રણ આપ્યું
- ઈન-સ્પેસ તેમાં કુલ પ્રોજેક્ટ ખર્ચના 75% સુધી નાણાકીય સહાય પૂરી પાડશે, જેમાં સંસ્થાદીઠ રૂ. 5 કરોડની મર્યાદા રહેશે
અમદાવાદ/બેંગ્લુરૂ, 19 ડિસેમ્બર, 2025: ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (ઈન-સ્પેસ)એ ભારતની શૈક્ષણિક સંસ્થાઓને અંતરિક્ષ પ્રયોગશાળા (અવકાશ પ્રયોગશાળા) સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા આમંત્રણ આપ્યું છે. દેશની અંતરિક્ષ ટેકનોલોજી ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા અને ભવિષ્ય માટે સજ્જ પ્રતિભા તૈયાર કરવાના જારી પ્રયાસોના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી છે.
‘અંતરિક્ષ પ્રયોગશાળા’ એ પ્રથમ પ્રકારની પહેલ છે કે, જે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ સાથે મળી અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળા સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આ પ્રયોગશાળાઓ દેશભરમાં ફેલાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્પેસ ટેક કોર્સનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તાલીમ અને સંપર્ક પ્રદાન કરવા માધ્યમ પૂરુ પાડશે. આ પહેલનો હેતુ અર્થપૂર્ણ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને સક્ષમ બનાવવા અને વૈશ્વિક સ્તરે અવકાશ ક્ષેત્રે અગ્રણી અર્થતંત્ર બનવવાના ભારતના લાંબા ગાળાના વિઝનને ટેકો આપવાનો છે.
આ સ્કીમ હેઠળ, દેશના વિવિધ ઝોનમાંથી તબક્કાવાર સાત શૈક્ષણિક સંસ્થાઓની પસંદગી કરવામાં આવશે. જેમાં સંતુલિત પ્રાદેશિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે દરેક ઝોનમાં એક પ્રયોગશાળાનો પ્રસ્તાવ છે. આ પ્રયોગશાળાઓ ઝોનમાં ઉપયોગ માટે NGEs માટે ઉપલબ્ધ રહેશે. ઈન-સ્પેસ કુલ પ્રોજેક્ટ ખર્ચના 75 ટકા સુધીની નાણાકીય સહાય પૂરી પાડશે, જેમાં પ્રતિ સંસ્થા રૂ. 5 કરોડની મર્યાદા હશે, જે એક માઇલસ્ટોન-લિંક્ડ ધોરણે ફાળવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. સંસ્થાઓનું સૌપ્રથમ RfPમાં દર્શાવેલા પાત્રતાના માપદંડોના આધારે પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ એક સશક્ત સમિતિ (EC) દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા અરજદારોનું મૂલ્યાંકન કરાશે અને ક્રમાંક આપવામાં આવશે. અંતે ઝોન મુજબ અંતિમ પસંદગી કરવામાં આવશે.
આ અંગે ઈન–સ્પેસના પ્રમોશન ડાયરેક્ટોરેટ ડિરેક્ટર ડો. વિનોદ કુમારે ઉમેર્યું હતું કે, “અંતરિક્ષ પ્રયોગશાળા શૈક્ષણિક જ્ઞાનને ઉપયોગમાં લઈ શકાય તેવી ક્ષમતામાં રૂપાંતરિત કરવા માટે રચાયેલી છે. વિદ્યાર્થીઓ, સંશોધકો અને ઉદ્યોગ માટે વિતરિત સ્પેસનું સર્જન કરતાં આ પ્રયોગશાળાઓ વાસ્તવિક ઉદ્યોગ જરૂરિયાતો સાથે સંરેખિત લાગુ સંશોધન, પ્રારંભિક તબક્કાના ઈનોવેશન અને કૌશલ્ય વિકાસને સક્ષમ બનાવશે. ભારતની સ્પેસ ઇકોસિસ્ટમમાં ઊંડાણ, સ્કેલ અને ટકાઉપણું બનાવવા તરફ આ એક વ્યવહારુ પગલું છે.”
અંતરિક્ષ પ્રયોગશાળા પહેલ વિદ્યાર્થીઓ માટે માળખાગત વ્યવહારુ તાલીમ, શિક્ષણ અને અંતરિક્ષ ઉદ્યોગ વચ્ચે ગાઢ જોડાણ અને ભારતના વિસ્તરતા ખાનગી અંતરિક્ષ ક્ષેત્રમાં યોગદાન આપવા સક્ષમ કુશળ પ્રોફેશનલ્સની મજબૂત પાઇપલાઇન બનાવવા સહિત અનેક પરિણામો પ્રાપ્ત થવાની અપેક્ષા છે.
RfP પર વિગતવાર માહિતી, જેમાં લાયકાતના માપદંડ, ઝોનલ વિતરણ અને એપ્લિકેશન સમયરેખા સહિતની વિગતો ઈન-સ્પેસ વેબસાઈટ https://www.inspace.gov.in/inspace પર ઉપલબ્ધ છે.
About IN-SPACe:
IN-SPACe was constituted in June 2020 following the Central Government’s decision to open up the space sector and enable the participation of Indian private sector in the gamut of space activities. The Indian National Space Promotion and authorization Centre (IN-SPACe), acts as a single-window, independent, nodal agency which functions as an autonomous agency in Department of Space (DOS).
