Western Times News

Gujarati News

યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, ઉર્વશી રૌતેલા, સોનુ સૂદ પર EDની કાર્યવાહી

AI Image

ઈડીની બેટિંગ એપ કેસમાં મોટી કાર્યવાહી-ઈડીએ ફિલ્મ અભિનેતાઓ અને ક્રિકેટરોની સંપત્તિ જપ્ત કરી

(એજન્સી)નવી દિલ્હી, વનએક્સ સટ્ટાબાજી એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ નોંધપાત્ર કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમાં ઘણા પ્રખ્યાત અભિનેતાઓ અને ક્રિકેટરોના નામ પણ શામેલ છે. આમાં યુવરાજ સિંહ અને નેહા શર્મા જેવી સેલિબ્રિટીનો સમાવેશ થાય છે.

યુવરાજ સિંહ – ૨.૫ કરોડ, રોબિન ઉથપ્પા – ૮.૨૬ લાખ, ઉર્વશી રૌતેલા – ૨.૦૨ કરોડ (આ મિલકત તેની માતાના નામે હતી), સોનુ સૂદ – ૧ કરોડ, મિમી ચક્રવર્તી – ૫૯ લાખ, અંકુશ હજારા – ૪૭.૨૦ લાખ, નેહા શર્મા – ૧.૨૬ કરોડની જપ્ત કરી છે.

આજની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીમાં, ૭.૯૩ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અગાઉ, આ જ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શિખર ધવનની ૪.૫૫ કરોડ રૂપિયા અને સુરેશ રૈનાની ૬.૬૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. અત્યાર સુધીમાં, ઈડ્ઢ એ ૧ટમ્ીં કેસમાં ૧૯.૦૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ હજુ ચાલુ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં બહાર આવ્યું છે કે વનએક્સબેટ અને તેની અન્ય બ્રાન્ડ્‌સ, જેમ કે ૧ટમ્ીં અને સ્પો‹ટગ લાઇન્સ, ભારતમાં પરવાનગી વિના ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ચલાવી રહી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સેલિબ્રિટીઓએ વિદેશી કંપનીઓ સાથે એન્ડોર્સમેન્ટ સોદા કર્યા હતા અને વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વનએક્સબેટની જાહેરાત કરી હતી.

આ ચૂકવણી સીધી ભારતમાં મોકલવામાં આવી ન હતી પરંતુ સાચા સ્ત્રોતને છુપાવવા માટે વિદેશી ચેનલો દ્વારા મોકલવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મતે, આ પૈસા ગેરકાયદેસર સટ્ટાબાજીની કમાણી હતી જેને લોન્ડર કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં જાણવા મળ્યું છે કે વનએક્સબેટ એ ભારતમાં સટ્ટાબાજી માટે હજારો ફેક અથવા નકલી એકાઉન્ટ્‌સનો ઉપયોગ કર્યો હતો. અત્યાર સુધીમાં આવા ૬,૦૦૦ થી વધુ એકાઉન્ટ્‌સ ઓળખવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.