Western Times News

Gujarati News

આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી અંગે હાઈકોર્ટનો મહત્વનો આદેશ

પ્રતિકાત્મક

હોડીગ્સ પર પોતાની જાહેરાતો પ્રદર્શીત કરી શકશે નહી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

‘જીએમસીની એડવર્ટાઈઝિંગ પોલિસીને પડકારવાનો એજન્સીને અધિકાર નથી ’ -નવી પોલિસી સીજીડીસીઆરના નિયમોથી વિરૂધ્ધ હોવાનું જણાવી એજન્સીઓએ લાઈસન્સ લેવાના બદલે હાઈકોર્ટમાં અરજી કરી હતી

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકવામાં આવેલી ગાંધીનગર આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલીસી ર૦ર૪ને પડકારતી વિવિધ પીટીશનોમાં સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

જસ્ટીસ મૌના એમ ભટ્ટની કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, લાઈસન્સ એગ્રીમેન્ટ કર્યા વિના એજન્સીઓ પાસે આ પોલીસીની પડકારોનો પ્રથમ દૃષ્ટિએ કોઈ કાયદાકીય અધિકાર લોસ રહેતો નથી. આ ચુકાદાને પગલે હવે જાહેરાત એજન્સીઓને ફરજીયાતપણે લાઈસન્સ પ્રક્રિયા પુર્ણ કરવી પડશે. જેનાથી મહાનગરપાલિકાની આવકમાં વધારો થશે.

આ કેસની વિગત મુજબ ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા ગ્રામ્ય વિસ્તારોમાં સમાવેશ બાદ એક સમાન જાહેરાત નીતી લાવવા હેતુથી પોલીસી ર૦ર૪ તૈયાર કરવામાં આવી હતી.

જે ૧ જાન્યુઆરી ર૦રપથી અમલી બની છે. મહાનગરપાલિકા દ્વારા એપ્રીલ ર૦રપમાં જાહેર નોટીસ આપીને લાઈસન્સ મેળવવા જાણ કરવામાં આવી હોવા છતાં કેટલીક એજન્સીઓએ લાઈસન્સ મેળવવાને બદલે આ નીતી સીજીડીસીઆરના નિયમો વિરૂધ્ધ હોવાનું જણાવી હાઈકોર્ટમાં પડકારી હતી.

સુનાવણી દરમયાન મહાનગરપાલિકા તરફથી ખાતરી આપવામાં આવી હતી કે હોડીગ્સના કદ અને માર્જીન અને સ્પેસ બાબતે સીજીડીસીઆરની જરૂરીયાતો મુજબ પોલીસીમાં જરૂરી સુધારા કરવામાં આવશે. હાઈકોર્ટે અરજદારોની અરજીઓ ધ્યાને લેતા આદેશ આપ્યો છે. કે, જે એજન્સીઓએ હજુ સુધી લાઈસન્સ પ્રક્રિયા પુર્ણ નથી કરી તેમને એક સપ્તાહમાં તમામ જરૂરી વિગતો સાથે સંપૂર્ણ અરજી સબમીટ કરવાની રહેશે.

જો કોઈ એજન્સી નિયત સમયમર્યાદામાં ક્ષતીરહીત અરજી કરવામાં નિષ્ફળ જશે અથવા જેની અરજી નામંજુર થશે તો તેઓ હોડીગ્સ પર પોતાની જાહેરાતો પ્રદર્શીત કરી શકશે નહી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.