ખેડબ્રહ્મા શહેરમાં મુખ્ય રસ્તાઓ પર અમદાવાદની બે RAF ટીમનું ફૂટ પેટ્રોલિંગ કેમ કરાયું?
બટાલિયન RAF100 દ્વારા ખેડબ્રહ્મામાં ફૂટ પેટ્રોલિંગ કરાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) બટાલિયન આર એફ ૧૦૦ ગુજરાત અમદાવાદની બે ટીમો દ્વારા સાબરકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ વિભાગોની મુલાકાત લેવામાં આવી રહી છે તે સંદર્ભે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાઈ અને શહેરમાં મુખ્ય રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું.
તારીખ ૧૮-૧૨- ૨૦૨૫ થી ૨૨ ૧૨ ૨૦૨૫ સુધી અતિ સંવેદનશીલ વિસ્તારોનો મુલાકાત કરવાની હોય બટાલિયન ટીમ દ્વારા તે અનુસંધાને અમદાવાદ ની બે ટીમો રાતુલદાસ કમાન્ડેડ શો વાહિની કમાન્ડો સાથે શ્રીમતી કૃષ્ણકુમારી સહ કમાન્ડેડના નેતૃત્વમાં ખેડબ્રહ્મા શહેર ખાતે આર એ એફ ની ટીમ આવી પહોંચી હતી
જેનો મુખ્ય હેતુ જિલ્લા પોલીસ જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મેળ મિલાપ કરી જિલ્લા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવી જિલ્લાના વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો અને સમાજ સિવિલ સાથે તેમજ ગણમાન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત કરી અને ભૂતકાળમાં થયેલા કોઈ ઘટનાઓ અને અન્ય ગતિવિધિઓ બાબતે જાણકારી મેળવી અને પરિચય અભ્યાસ કર્યો હતો
અને તાલુકાના ભૌગોલિક સ્થિતિ અંગે જાણકારી ભેગી કરી હતી અને આ વિસ્તારોનું આપાતકાલીન સ્થિતિમાં પરિસ્થિતિ નિયંત્રણ કરવા સહાયક સિદ્ધિ થઈ શકે તે અંગે સામાજિક કાર્યો અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષારોપણ, સ્કૂલનું આયોજન, સાફ-સફાઈ આ કાર્યક્રમ અને આમ લોકો વચ્ચે વિશ્વાસ પેદા કરવાનો કાર્યક્રમ કર્યો હતો.
આ પરિચય અભ્યાસ અંતર્ગત તેઓનો મુખ્ય હેતુ એ હતો કે પ્રજાની વચ્ચે જઈ પોલીસ મજબૂતાઈ કરી શકે અને અસામાજિક તત્વોને એક જાતની ચેલેન્જ આપી શકે અને કાનુન વ્યવસ્થા સુમેરુ બન્યું રહે અને સાચા અર્થમાં પોલીસ સહાયક સાબિત થાય તે અંગે આજરોજ તારીખ ૧૯- ૧૨-૨૦૨૫ ના રોજ શ્રીમતી કૃષ્ણકુમારી સહાયક કમાન્ડેડ સો વાહીની દૂધ કાર્ય બલના નેતૃત્વ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી અને મીટીંગ નું આયોજન કરાયું હતું અને પ્રજાજનો સાથે મીટીંગ કરી શાંતિ સુલેનો ભંગ ન થાય ત્યાં અંગે તેઓના દ્વારા અપીલ કરવામાં આવી હતી.
