Western Times News

Gujarati News

ICICI પ્રોડેન્શિયલ લાઈફે નવો ફંડ લોન્ચ કર્યો, અગ્રણી ક્ષેત્રોના ચેમ્પિયન્સને એક જ ફંડમાં સામેલ કર્યા

·         ભારતીય અર્થતંત્રના 20થી વધુ મુખ્ય સેક્ટર્સમાં એસેટ્સનું રોકાણ કરવામાં આવશે

·         લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે રોકાણકારોને નિયમ આધારિત ઇક્વિટી રોકાણની તક આપે છે

·         બીએસઈ ઈન્ડિયા સેક્ટર લીડર્સ ઈન્ડેક્સ સાથે જોડાયેલ પેસિવલી મેનેજ્ડ ઇન્ડેક્સ ફંડ

મુંબઈ, 19 ડિસેમ્બર, 2025: આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઈફ ઈન્શોરન્સ કંપની લિમિટેડએ તેના લોકપ્રિય યુનિટ લિંકડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (ULIPs) હેઠળ  આઈસીઆઈસીઆઈ પ્રુ સેક્ટર લીડર્સ ઈન્ડેક્સ ફંડ નામનું નવું ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડનો ઉદ્દેશ્ય ભારતીય અર્થતંત્રના 20થી વધુ મુખ્ય ક્ષેત્રોની અગ્રણી કંપનીઓમાં રોકાણની તક આપી ગ્રાહકોને તૈયાર ઇક્વિટી પોર્ટફોલિયો ઉપલબ્ધ કરાવવાનો છે.

આ ફંડ એવા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમને ઇક્વિટી રોકાણ માટે સરળ અને નિયમ આધારિત રીત પસંદ હોય. આ ફંડની મદદથી રોકાણકારોને વ્યક્તિગત સ્ટોક પસંદ કર્યા વિના માર્કેટની અગ્રણી કંપનીઓમાં ભાગીદારીનો લાભ મળે છે. આ એવા રોકાણકારો માટે યોગ્ય છેજેમને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પસંદ હોયલાંબા ગાળા માટે મુખ્ય ઇક્વિટી અલોકેશન બનાવવું હોય અને સાથે જ વ્યાપક સેક્ટર વૈવિધ્યતા સાથે સ્થિર અને અગ્રણી માર્કેટ લીડર્સ તરફ ઝુકાવ પણ જોઈએ.

આઈસીઆઈસીઆઈ પ્રુ સેક્ટર લીડર્સ ઈન્ડેક્સ ફંડ એક પેસિવઇન્ડેક્સ આધારિત ફંડ છે જે  બીએસઈ ઈન્ડિયા સેક્ટર લીડર્સ ઈન્ડેક્સને ટ્રેક કરે છે. નિયમાવલી અનુસાર ફંડ તમામ સ્ટોક્સમાં તેમના ઇન્ડેક્સ વેઇટ પ્રમાણે રોકાણ કરી શકે નહીંજેના કારણે ટ્રેકિંગ એરર થવાની સંભાવના હોઈ શકે છે. ઇન્ડેક્સ ફંડ હેઠળ મળતા ડિવિડન્ડ્સ ફરીથી રોકાણ કરવામાં આવશેજે લાંબા ગાળે ગ્રાહકોના ફંડ વેલ્યુને વધારવામાં મદદ કરશે. આ ફંડનું લોન્ચ કંપનીના તાજેતરના સિલ્વર જ્યુબિલીની ઉજવણી સાથે મેળ ખાય છે. નવું ફંડ હાલમાં રોકાણ માટે ખુલ્લું છે.

ફંડ તેની એસેટ્સનો 95–100% ભાગ બીએસઈ ઈન્ડિયા સેક્ટર લીડર્સ ઈન્ડેક્સમાં સામેલ ઇક્વિટીઝમાં રોકાણ કરશે જ્યારે 5% સુધીની રકમ ડેબ્ટ અને મની માર્કેટ સાધનોમાં જેમાં ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ શામેલ છેરોકાણ માટે નિયામક નિયમો અનુસાર લિક્વિડીટીની જરૂરિયાતો પૂરી કરવા માટે રાખવામાં આવશે. લઘુત્તમ રોકાણ રકમ રૂ. 1,000 છે અને વધુ રોકાણ પણ લાગુ સ્ટેમ્પ ડ્યુટીની શરતો હેઠળ શક્ય છે.

લોન્ચ વિશે વાત કરતા આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર મનીષ કુમારે જણાવ્યું કે, ‘આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ સેક્ટર લીડર્સ ફંડ રોકાણકારો માટે સરળ અને અસરકારક રીતે સંપત્તિ બનાવવા માટે એક તક આપે છે જેમાં ભારતની દીર્ઘકાલીન વૃદ્ધિ ક્ષમતાનો લાભ લેવામાં આવે છે. ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરશે જે વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ નિર્દેશ કરે છે. 20થી વધુ સેક્ટરનાં માર્કેટ લીડર્સને એક જ નિયમ આધારિત પોર્ટફોલિયોમાં લાવીનેઇન્ડેક્સ ફંડ સ્ટોક પસંદગીને જટિલતા મુક્ત બનાવે છે અને અર્થતંત્રના સૌથી પ્રભાવશાળી વ્યવસાયોમાં વ્યાપક વિસ્તરણ પ્રદાન કરે છે.

જ્યારે બજારો સતત સેક્ટરલ ફેરફારો અને અસ્થિરતાથી પ્રેરિત થઈ રહ્યા છેત્યારે આ ફંડ ઇન્ડેક્સ આધારિત અભિગમ રોકાણ પ્રક્રિયામાં સ્પષ્ટતાશિસ્ત અને સતતતા પ્રદાન કરે છે. ઇક્વિટીઝ એ એકમાત્ર એસેટ ક્લાસ છે જે લાંબા ગાળે મોંઘવારીની સરખામણીએ શ્રેષ્ઠ રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે. અમારા તમામ યુનિટ-લિંકડ સેવિંગ્સ પ્રોડક્ટ્સ સાથે ઉપલબ્ધ આ ફંડ લાંબા ગાળાના રોકાણકારો માટે મજબૂત મુખ્ય ઇક્વિટી અલોકેશન તરીકે સેવા આપી શકે છેતેમને માર્કેટ સાઈકલ દરમિયાન રોકાણમાં જ રહેવામાં મદદ કરે છે અને ખર્ચ અસરકારક અને સ્ટ્રક્ચર્ડ રીતે સંપત્તિ નિર્માણમાં મદદ કરે છે.

યુનિટ-લિંકડ પ્રોડક્ટ્સ તેમની ડિઝાઇનની વિશેષતા મુજબ લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં સહાય કરે છે અને રિટાયર્મેન્ટ પ્લાનિંગબાળકોના શિક્ષણનું ફંડિંગ જેવા ટાળી ન શકાય તેવા લાઈફ ગોલ્સ હાંસલ કરવા માટે ખર્ચ અને ટેક્સ એફિશિયન્ટ રૂટ જેવા અસરકારક માર્ગ પ્રદાન કરે છે.

આઈસીઆઈસીઆઈ પ્રુ સેક્ટર લીડર્સ ઈન્ડેક્સ ફંડ કંપનીના કેટલાક લોકપ્રિય ULIPs સાથે ઉપલબ્ધ છે જેમ કેઆઈસીઆઈસીઆઈ પ્રુ સિગ્નેચર અસ્યોરસ્માર્ટકિડ અસ્યોરઆઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટ ઈન્શ્યોરન્સ પ્લાન પ્લસ (SIP+), અને અન્ય ULIP પ્રોડક્ટ્સજે www.iciciprulife.com પર ઉપલબ્ધ છે.

About ICICI Prudential Life Insurance (www.iciciprulife.com)

ICICI Prudential Life Insurance Company Limited is promoted by ICICI Bank Limited and Prudential Corporation Holdings Limited. The Company began its operations in fiscal year 2001 and has consistently been amongst the top private sector life insurance companies in India on Retail Weighted Received Premium (RWRP) basis. The Company offers an array of products in the Protection and Savings category which match the different life stage requirements of customers, enabling them to provide a financial safety net to their families as well as achieve their long-term financial goals. The digital platform of the Company provides a paperless buying experience to customers, empowers them to conduct an assortment of self-service transactions, provides a convenient route to make digital payments and facilitates a hassle-free claims settlement process.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.