Western Times News

Gujarati News

ડોલર સામે રૂપિયો ધોવાતાં USAમાં ભણવા વિદ્યાર્થીઓને 4 થી 5 લાખ જેટલો ખર્ચ વધશે

ઓગસ્‍ટ ૨૦૨૫માં અમેરિકા ભણવા ગયેલાં ઈન્‍ડિયન સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યામાં ગત વર્ષની સરખામણીએ ૪૪ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે.

ન્‍યુયોર્ક, અમેરિકાન ડોલર સામે સતત ધોવાઈ રહેલો રૂપિયો ૯૧ના ઓલટાઈમ લો લેવલ પર પહોંચી ચૂક્‍યો છે ત્‍યારે અમેરિકા ફરવા જતાં કે પછી ત્‍યાં ભણતા ઈન્‍ડિયન્‍સના ખર્ચામાં પણ જંગી વધારો થયો છે. કોરોના સમયે એટલે 2020 થી 2022 દરમ્યાન 1 ડોલરનો ભાવ લગભગ 70 થી 75 જેટલો હતો. સામાન્ય રીતે એક વર્ષની અમેરિકામાં વિદ્યાર્થીની ફી અંદાજે 30 થી 40 હજાર ડોલર થાય છે અને 12 હજાર ડોલર રહેવાનું અને જમવાના અંદાજે થાય છે.

એટલે કે 50 થી 65 હજાર ડોલર એક વર્ષ માટે વિદ્યાર્થીઓ પાછળ ખર્ચ થાય છે. જે હવે 2025 માં 90 થી વધી ગયો છે.  ૨૦૨૫માં ડોલર સામે રૂપિયાની વેલ્‍યૂમાં છ ટકા જેટલો ઘટાડો થયો છે, ઈન્‍ડિયન કરન્‍સીને વધુ તૂટતી બચાવવા માટે RBIએ બુધવારે ડોલર્સ વેચ્‍યા હતા પરંતુ એક્‍સપર્ટ્‍સનું માનવું છે કે જ્‍યાં સુધી ઈન્‍ડિયા-અમેરિકા વચ્‍ચે ટ્રેડ ડીલ ફાઈનલ નહીં થાય ત્‍યાં સુધી રૂપિયામાં સુધારો થવાની શક્‍યતા ખૂબ જ ઓછી છે.

ડોલર મજબૂત બનતા ઈન્‍ડિયાના આઈટી અને ફાર્મા સેક્‍ટરને ખૂબ જ ફાયદો થાય છે કારણકે તેમને ઈન્‍ટરનેશનલ ક્‍લાયન્‍ટ્‍સ પાસેથી ડોલરમાં પેમેન્‍ટ મળતું હોય છે, પરંતુ જે ઈન્‍ડિયન્‍સને પોતાનો ખર્ચો ડોલરમાં કાઢવાનો છે તેમના માટે મજબૂત ડોલર માથાનો દુઃખાવો બની જાય છે.

આ ઉપરાંત ઈન્‍ડિયાની એક્‍સપોર્ટની સરખામણીએ ઈમ્‍પોર્ટ ઘણી વધારે હોવાથી ડોલર જેટલો મજબૂત થાય તેટલું જ ઈમ્‍પોર્ટ બિલ પણ વધી જાય છે. ડોલર મોંઘો થતાં અમેરિકા ફરવા જતા લોકો પોતાના પ્‍લાનમાં ફેરફાર કરી શકે છે પરંતુ જેમને ભણવા માટે જવાનું છે તેમની પાસે આવો કોઈ ઓપ્‍શન નથી હોતો.

મજબૂત ડોલરને કારણે અમેરિકા ભણવા જતાં કે પછી ત્‍યાં ભણતા ઈન્‍ડિયન સ્‍ટૂડન્‍ટ્‍સના ખર્ચામાં ૨૦૨૬માં વાર્ષિક એવરેજ ચાર લાખ રૂપિયા જેટલો વધારો થાય તેવો અંદાજ છે.

મુખ્ય મુદ્દા

  • રૂપિયો ૯૧ના ઓલટાઈમ લો લેવલ પર પહોંચી ગયો છે, એટલે કે અમેરિકન ડોલર સામે તેની કિંમત ઐતિહાસિક રીતે સૌથી નીચી છે.
  • ૨૦૨૫માં રૂપિયામાં ૬% જેટલો ઘટાડો નોંધાયો છે.
  • એક્સપર્ટ્સનું માનવું છે કે ઈન્ડિયા–અમેરિકા ટ્રેડ ડીલ ફાઈનલ થયા વગર રૂપિયામાં સુધારો થવાની શક્યતા ઓછી છે.

અસર

  • આઈટી અને ફાર્મા સેક્ટરને ફાયદો થાય છે કારણ કે તેમને ડોલરમાં પેમેન્ટ મળે છે.
  • પરંતુ વિદેશમાં ભણતા અથવા ફરવા જતા ઈન્ડિયન્સ માટે મજબૂત ડોલર મોટો ખર્ચો બની જાય છે.
  • ઈન્ડિયાની ઈમ્પોર્ટ બિલ પણ વધી જાય છે કારણ કે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં ઘણો વધારે છે.

સ્ટૂડન્ટ્સ પર અસર

  • ૨૦૨૬માં અમેરિકામાં ભણતા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સના વાર્ષિક ખર્ચમાં સરેરાશ ૪ લાખ રૂપિયા જેટલો વધારો થવાનો અંદાજ છે.
  • ઉદાહરણ તરીકે:
    • જો કોઈ કોર્સની ફી ૫૫,૦૦૦ ડોલર હોય તો હવે ૩.૩ લાખ રૂપિયા વધારાનો ખર્ચ થશે.
    • રહેવા–જમવાનો ૧૫,૦૦૦ ડોલરનો ખર્ચ પણ ૮૧ હજાર રૂપિયા વધશે.
    • કુલ મળીને એક સ્ટૂડન્ટનો વાર્ષિક ખર્ચ ૪.૧૧ લાખ રૂપિયા વધશે.

ટ્રેન્ડ્સ

  • ઓગસ્ટ ૨૦૨૫માં અમેરિકામાં ભણવા ગયેલા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સની સંખ્યા ૪૪% ઘટી ગઈ છે.
  • કારણ: વિઝા પ્રક્રિયામાં ફેરફાર અને એન્ટી–ઈમિગ્રેશન સેન્ટિમેન્ટ.
  • ખાસ કરીને ગુજરાતી સ્ટૂડન્ટ્સની સંખ્યા ઘટી છે.

વિકલ્પો અને ચિંતા

  • જેમને વિઝા મળી ગયા છે તેઓ અમેરિકા જવાના જ છે, ભલે ડોલર મોંઘો હોય.
  • પરંતુ જેમને લોન લઈને સંતાનોને મોકલવાના છે, તેમના માટે ટેન્શન વધી રહ્યું છે.
  • એક્સપર્ટ્સ કહે છે કે હવે ડોલર ડિનોમિનેટેડ લોન અને ટ્યુશન ફી લોક–ઈન્સની માંગ વધી રહી છે, જેથી કરન્સી વેલ્યુ બદલાય તો પણ પેમેન્ટ નક્કી મુજબ જ રહે.

ઓગસ્‍ટ ૨૦૨૫માં અમેરિકા ભણવા ગયેલાં ઈન્‍ડિયન સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યામાં ગત વર્ષની સરખામણીએ ૪૪ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. વિઝા ઈશ્‍યૂ કરવાની શરતો અને પ્રક્રિયામાં થયેલા ફેરફાર અને એન્‍ટી-ઈમિગ્રેશન સેન્‍ટિમેન્‍ટને કારણે યુએસ જતા ગુજરાતી સ્‍ટૂડન્‍ટ્‍સની સંખ્‍યા ઘટી છે.

જોકે, જેમને વિઝા મળી ગયા છે તેમજ અમેરિકા સિવાયના કોઈ દેશમાં જવાની કોઈ ગણતરી નથી તેવા ઈન્‍ડિયન્‍સ ડોલર ગમે તેટલો મજબૂત બને તો પણ અમેરિકા જવાના જ છે. પરંતુ જેમને લોન લઈને પોતાના સંતાનોને અમેરિકા મોકલવાના છે તેમનું ટેન્‍શન વધી રહ્યું છે. એક્‍સપર્ટ્‍સનું માનીએ તો યુએસ ડોલર ડિનોમિનેટેડ લોન્‍સ અને ટ્‍યૂશન ફી લોક-ઈન્‍સની ડિમાન્‍ડ હવે વધી રહી છે, આ ઓપ્‍શનથી કરન્‍સીની વેલ્‍યૂ બદલાય તો પણ એપ્‍લિકન્‍ટે નક્કી કર્યા અનુસાર જ પેમેન્‍ટ કરવાનું રહે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.