‘Mrs. Deshpande’: શું માધુરી દીક્ષિતનો સીરીયલ કિલર અવતાર દર્શકોને ચોંકાવવામાં સફળ રહ્યો?
વોશિંગ્ટન/મુંબઈ: બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ તરીકે જાણીતી માધુરી દીક્ષિત હવે એક સાવ નવા અને ડરામણા અંદાજમાં OTT પ્લેટફોર્મ પર પરત ફરી છે. નાગેશ કુકનૂર દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ ‘Mrs. Deshpande’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ સિરીઝમાં માધુરી એક સીરીયલ કિલરની ભૂમિકામાં છે. જાણો, શું આ શો જોવો જોઈએ કે નહીં?
આ સિરીઝ ફેન્ચ થ્રિલર ‘La Mante’ (લા માન્તે) પર આધારિત સસ્પેન્સ વેબ સિરીઝ છે. વાર્તામાં વર્ષો પહેલા મુંબઈમાં થયેલા ભયાનક ખૂનનો સિલસિલો ફરી શરૂ થાય છે. એક નવો કાતિલ (Copycat Killer) બરાબર એ જ રીતે ખૂન કરી રહ્યો છે જે રીતે ૨૫ વર્ષ પહેલા ‘સીમા દેશપાંડે’ (માધુરી દીક્ષિત) કરતી હતી.
પોલીસ કમિશનર અરુણ (પ્રિયાંશુ ચેટર્જી) મજબૂરીમાં જેલમાં સજા કાપી રહેલી સીમા દેશપાંડેની મદદ લે છે. આ તપાસમાં યુવા પોલીસ ઓફિસર તેજસ (સિદ્ધાર્થ ચાંદેકર) પણ જોડાય છે. શું સીમા પોલીસને સાથ આપશે કે પછી પોતાની કોઈ નવી ચાલ ચાલશે? તેના પર જ આખી વાર્તા ટકેલી છે.
એક મધ્યમ વયની સ્ત્રી (માધુરી દીક્ષિત) જેને ઝીનત તરીકે જેલમાં લોકો ઓળખે છે અને જેલમાં ખૂનના આરોપમાં કોઈ અનુભવી રીઢા કેદીની જેમ રહે છે, જ્યાં ભોજન બનાવવું એ તેની વિશેષતા છે. જ્યારે આપણે તેને પહેલીવાર મળીએ છીએ, ત્યારે તેના નિર્દોષ દેખાતા ચહેરા પાછળ તે શું છુપાવી રહી છે તે જાણવાની ઉત્સુકતા રોકવી મુશ્કેલ છે.
સવારના સૂર્યના પ્રથમ કિરણો નજીકની બારીમાંથી તેની પર પડે ત્યારે તે સૌથી પહેલા જાગી જાય છે અને લગભગ કોઈ રોબોટની જેમ કસરત કરવા લાગે છે. જેલના સાથી કેદીઓ તેને ‘ઝીનત’ તરીકે ઓળખે છે, પરંતુ ટૂંક સમયમાં જ તેનું અસલી નામ છતું થાય છે અને તેના ચહેરા પર એક ચાલાક સ્મિત રેલાય છે. તે ‘મિસીસ દેશપાંડે’ છે. આપણે તેને માધુરી દીક્ષિત તરીકે ઓળખીએ છીએ.
સહ-લેખક અને દિગ્દર્શક નાગેશ કુકનૂર તેમની મિસ્ટ્રી-થ્રિલર સિરીઝ ‘મિસીસ દેશપાંડે’માં બોલિવૂડની ‘ડાન્સ ક્વીન’નો એક સાધારણ છતાં પ્રભાવશાળી પરિચય આપે છે. એક ચોક્કસ અંદાજ સાથે શીર્ષક ધરાવતી આ છ એપિસોડની સિરીઝમાં કોઈ પણ પ્રકારનો દેખાડો જોવા મળતો નથી. તે એક હેતુપૂર્વકની શુષ્કતા (dryness) સાથે કહેવામાં આવી છે
જે ઘણીવાર ખૂબ જ સરળ અને નવીનતા વગરની લાગે છે, ખાસ કરીને એવા સીરીયલ કિલરની વાર્તા માટે જેને ગહન અને સ્તરો વાળી (layered) બનાવવાની જરૂર હતી. આ સિરીઝ એક સિનિયર પોલીસ અધિકારી અરુણ (પ્રિયાંશુ ચેટર્જી) છે, જે સીરીયલ કિલિંગના કેસો ઉકેલવા માટે જેલમાં સજા કાપી રહેલી તે જ રીતની ખૂની મિસીસ દેશપાંડે (માધુરી) ની મદદ લેવી પડે છે અને તેની સામે મિસીસ દેશપાંડેની કેટલીક શરતો માનવી પડે છે. મિસીસ દેશપાંડેની મોડસ ઓપરંડી અને કોપી કેટ સીરીયલ કિલરની લોકોની હત્યા કરવાની સ્ટાઈલ લગભગ એક જ જેવી છે.
સિનિયર અધિકારી અરુણ આ કેસમાં મિસીસ દેશપાંડે સાથે કામ કરવા અને નવા ખૂનીને શોધવા માટે એક સમર્પિત પોલીસ ઓફિસર તેજસ (સિદ્ધાર્થ ચાંદેકર) ને જવાબદારી સોંપે છે. તેજસની પત્નિ હેર સલુન ચલાવે છે અને તેની મિત્ર દિવ્યા તેને સલુન ચલાવવામાં મદદ કરે છે.
માધુરી દીક્ષિતનો અભિનય: સાદગીમાં છુપાયેલો ડર
માધુરીએ આ સિરીઝમાં ગ્લેમર છોડીને ખૂબ જ ગંભીર અને રહસ્યમય પાત્ર ભજવ્યું છે. તેની ‘મિલિયન વોટ સ્માઈલ’ આ વખતે હસાવવાને બદલે ડરાવે તેવી લાગે છે. નાગેશ કુકનૂરના કહેવા મુજબ, તેમણે માધુરીને તેના અસલી અંદાજ (MD) થી હટીને પાત્ર (Mrs. D) માં ડૂબવા માટે મજબૂર કરી છે. જોકે, કેટલાક વિવેચકોનું માનવું છે કે લેખનમાં રહેલી ખામીઓને કારણે માધુરીની ટેલેન્ટનો સંપૂર્ણ ઉપયોગ થયો નથી.
નિર્દેશન અને લેખન
નાગેશ કુકનૂર તેના વાસ્તવિક અને ધીમી ગતિના નિર્દેશન માટે જાણીતા છે (જેમ કે ‘ઈકબાલ’ અને ‘ડોર’). આ સિરીઝમાં પણ તેમણે વધુ પડતી હિંસા કે ડ્રામા બતાવવાને બદલે પાત્રોના મનોવિજ્ઞાન પર ધ્યાન આપ્યું છે. પરંતુ ‘The Hindu’ ના મતે:
-
ધીમી ગતિ: શોની ગતિ ઘણી જગ્યાએ ધીમી પડે છે, જે ઉત્તેજના ઓછી કરી દે છે.
-
નબળું સસ્પેન્સ: કેટલાક ટ્વિસ્ટ અને વળાંકો અગાઉથી અનુમાન લગાવી શકાય તેવા છે.
-
ડેટ પ્લોટ: ૨૦૦૦ ના દાયકાના ક્રાઈમ શો જેવી જૂની શૈલીની વાર્તા લાગે છે.
આ નાગેશ કુકનૂરની સૌથી સફળ અને લોકપ્રિય પોલિટિકલ થ્રિલર સિરીઝ છે. City of Dreams (Hotstar)
-
વાર્તા: મુંબઈના એક શક્તિશાળી રાજકીય પરિવાર (ગાયકવાડ પરિવાર) ની આ વાર્તા છે. જ્યારે પરિવારના વડા પર હુમલો થાય છે, ત્યારે સત્તા મેળવવા માટે પિતા-પુત્ર અને ભાઈ-બહેન વચ્ચે જંગ છેડાય છે.
-
મુખ્ય કલાકારો: અતુલ કુલકર્ણી, પ્રિયા બાપટ, સચિન પિલગાંવકર અને એજાઝ ખાન.
-
રાજકારણના દાવપેચ અને મહારાષ્ટ્રના રાજકીય માહોલને ખૂબ જ બારીકાઈથી બતાવવામાં આવ્યો છે. આ સિરીઝની અત્યાર સુધીમાં ૩ સીઝન આવી ચૂકી છે.
