પોલીસને ગાળો આપનારી મહિલા સામે બીજી FIR
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલિ ચાર રસ્તા પાસે બે દિવસ અગાઉ પોલીસકર્મી અને એક યુવતી વચ્ચે થયેલી ઝપાઝપીનો મામલો હવે નવો વળાંક લઈ રહ્યો છે.
અત્યાર સુધી સોશિયલ મીડિયા પર માત્ર લાફો મારવાનો વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. પોલીસના બોડી ઓન કેમેરાના ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનામાં યુ-ટર્ન આવ્યો હતો.
ગઇકાલે ૨૦ ડિસેમ્બરના રોજ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં આ જ યુવતીએ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો.
જેના વીડિયો પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જે ગુનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવતા દાદાગીરી કરનાર યુવતી સામે અલગ અલગ ૪ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સામાન્ય રીતે આ કલમોનો સમૂહ ત્યારે જોવા મળે છે જ્યારે, રસ્તા પર કોઈ ઝઘડો થયો હોય. કોઈએ ટ્રાફિક નિયમ તોડ્યો હોય (હેલ્મેટ વગર). પોલીસ કે અન્ય વ્યક્તિ સાથે ગાળાગાળી, મારપીટ (૧૨૧) અને ધમકી (૩૫૧) આપી હોય, પોલીસે યુવતી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ત્રણ અને મોટર Âવ્હકલ એક્ટ મુજબ એક કલમ લગાડી છે.
કલમ ૨૯૬(બી) (જાહેરમાં અશ્લીલ શબ્દો બોલવા)ઃ મહિલાએ શ્યામલ ચાર રસ્તાના બનાવ દરમિયાન પોલીસકર્મીઓને જાહેરમાં ગાળો આપી હતી. કાયદા મુજબ ગાળો આપવી એ ‘અશ્લીલ શબ્દો’ના ગુનામાં આવે છે, જે જાહેર શાંતિનો ભંગ કરે છે. આ મુજબ સજામાં ૩ મહિના સુધીની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.
