વિકસિત ભારત ‘જી રામ જી’ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
પ્રતિકાત્મક
મનરેગાનું લેશે સ્થાન, શ્રમિકોને ૧૨૫ દિવસ રોજગારીની ગેરંટી
(એજન્સી)નવી દિલ્હી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રવિવાર(૨૧ ડિસેમ્બર)ના રોજ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ બિલ પર મંજૂરીની મહોર મારી દીધી છે. રાષ્ટ્રપતિની સહી બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે. મહત્વનું છે કે વીબી ગ્રામ જી બિલને પહેલા લોકસભા અને બાદમાં રાજ્યપાસમાં ચર્ચા અને ભારે વિરોધ બાદ પાસ કરવામાં આવ્યું હતું.
હવે ‘જી રામજી જી’ કાયદા મુજબ ગ્રામીણ પરિવારોને પ્રતિ વર્ષ ૧૨૫ દિવસની બંધારણીય રોજગારી હક્ક મળશે જે પહેલા મનરેગા મુજબ ૧૦૦ દિવસ હતો. સરકાર આ બિલને આગામી નવા વર્ષની ૧ એપ્રિલ ૨૦૨૬થી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત કાયદો ૨૦ વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ( મનરેગા )ને બદલશે .
આ બિલ મુજબ રોજગારની વૈધાનિક ગેરંટી હવે ૧૦૦ દિવસથી વધારીને ૧૨૫ દિવસ કરવામાં આવી છે. નવા કાયદા મુજબ વેતનની ચુકવણી સાપ્તાહિક ધોરણે અથવા વધુમાં વધુ ૧૫ દિવસની અંદર ફરજિયાત છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી ન કરવામાં આવે તો વેતનની ચુકવણીમાં વિલંબ માટે વળતરની પણ જોગવાઈ છે.
એનડીએના સભ્યો એવો આક્ષેપ કરી રહ્યા છે કે નવા બિલની તુલના યુપીએ સરકારની મનરેગા યોજના સાથે કરીને આ આખા વિષયને જાણીજોઈને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. શાસક પક્ષનું માનવું છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો માત્ર આ નવા કાયદાનો વિરોધ કરવાના ઈરાદે એકજૂથ થયા છે.
