ઉના તાલુકા અહેમદપુર માંડવી બીચ ઉપર ડોલ્ફિનનું આગમન
ઊના, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા અહમદપુર માંડવી બીચ જે ડોલ્ફિન બીચ તેમજ ફેમિલી બીચ તરીકે ઓળખાય છે. હાલ શિયાળાની સિઝનમાં ત્યાં આવેલા સાત કિલોમીટર સીમર, નવાબંદર, દીવના કિલ્લાની વચ્ચે આવેલા વિશાળ દરિયા કિનારાની અંદર ડોલ્ફિન માછલીઓનું આગમન થઈ ગયું છે.
ડોલ્ફિન જે મનુષ્ય પછી બીજું પૃથ્વી ઉપરનું બુદ્ધિશાળી પ્રાણી છે. દરિયામાં ડોલ્ફિન જોવા માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડે છે. ડોલ્ફિન માછલીનો અત્યારે પ્રજનન અને બચ્ચા ઉછેર કરવાનો સમય હોય છે.
જેના કારણે લાંબો રૂટ પાર કરી ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયા કિનારામાં વિશાળ પ્રમાણમાં ડોલ્ફિન જોવા મળે છે. અહેમદપુર માંડવી બીચ પર સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોટ્ર્સ દ્વારા દરરોજ સવારે સાત વાગ્યાથી લઈ બપોરના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી ૪૦થી ૪૫ના જથ્થામાં ડોલ્ફિન સફારીનું આયોજન કરવામાં આવે છે. આ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં તમે ડોલ્ફિન શાંતિથી અને આરામથી નિહાળી શકો છો.
ડોલ્ફિનના આગમાનથી પ્રવાસીઓ પણ દરિયા કિનારે ડોલ્ફિનને નિહાળવા વહેલી સવારથી આવી પહોંચે છે. દરિયામાં ડોલ્ફિનના અદભૂત દ્રશ્યો નિહાળી રોમાંચિત બની જાય છે. અહેમદપુર માંડવી બીચ ફેમિલી બીચ તરીકે પણ ઓળખાય છે.
ખાસ કરીને આ વિસ્તારથી તદન નજીક દિવ આવેલ હોવાથી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ડોલ્ફિન નિહાળવા આવી પહોંચે છે. વિક એન્ડમાં સ્થાનિકો અને પ્રવાસીઓ વિશાળ સંખ્યામાં આવતા હોવાથી વહેલી સવારથી બપોર સુધી દરિયાની સફર સાથે ડોલ્ફિન પણ નિહાળતા હોય છે.SS1MS
