Western Times News

Gujarati News

છેલ્લી ફિલ્મના શૂટિંગમાં ધર્મેન્દ્રએ ભાવુક થઈ માફી માંગી હતી

મુંબઈ, આજે પણ કરોડો લોકોના પ્રિય એવા બોલિવૂડના ‘હી-મેન’ ધર્મેન્દ્રનો એક અત્યંત ભાવુક વીડિયો તેમની પુત્રી ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. આ વીડિયો તેમની ફિલ્મ ‘ઈક્કીસ’ના શૂટિંગના અંતિમ દિવસનો છે, જેની ભાવનાત્મક ક્ષણો જોઈને ચાહકો પણ ગદગદિત થઈ ગયા છે.

વીડિયો ક્લિપમાં ધર્મેન્દ્ર ફિલ્મ ‘ઈક્કીસ’ના સેટ પર હાજર તમામ ક્‰ મેમ્બર્સ અને કલાકારો સાથે વાતચીત કરતા જોવા મળે છે. તેઓ અત્યંત શાંત અને ગંભીર અંદાજમાં કહે છે કે, ‘આજે આ શૂટિંગનો છેલ્લો દિવસ છે અને આ પ્રસંગે હું ખુશ પણ છું અને દુઃખી પણ.’ધર્મેન્દ્રએ સૌનો આભાર માનતા ભાવુક થઈને કહ્યું કે, ‘જો મારાથી ક્યારેય કોઈને તકલીફ પહોંચી હોય અથવા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો મને માફ કરી દેજો.’

તેમની આ નમ્રતા જોઈને સેટ પર હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ ગઈ હતી.ઈશા દેઓલે આ વીડિયો શેર કરતા લખ્યું કે, ‘મારા પિતા હંમેશા આવા જ રહ્યા છે, તેઓ બેસ્ટ છે.’ ઈશા પહેલા સની દેઓલે પણ આ વીડિયો શેર કર્યાે હતો અને લખ્યું હતું કે, ‘એક સ્મિત જેણે અંધકારને રોશન કરી દીધો. પપ્પાએ આપણને તેમની છેલ્લી ફિલ્મ ‘ઈક્કીસ’ની ભેટ આપી છે.

ચાલો આ નવા વર્ષે સિનેમાઘરોમાં તેમને યાદ કરીએ.’ધર્મેન્દ્રએ વીડિયોમાં ફિલ્મ ‘ઈક્કીસ’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન બંને દેશોના લોકોએ જોવી જોઈએ.

મારું માનવું છે કે આ ફિલ્મ બંને દેશો વચ્ચે પ્રેરણા અને એકતાનું પ્રતીક બનશે.’આ ફિલ્મના મહત્ત્વના પાસાઓ પર નજર કરીએ તો, તેનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. આ એક ‘વોર-ડ્રામા’ ફિલ્મ છે, જે પરમવીર ચક્ર વિજેતા શહીદ અરુણ ખેત્રપાલના શૌર્યગાથા અને જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં તેઓ અરુણ ખેત્રપાલના પિતાના પાત્રમાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.