બોલિવૂડ છોડી દેવાની અફવાઓ પર ઉર્મિલા માતોંડકરે મૌન તોડ્યું
મુંબઈ, ૯૦ના દાયકાની ફેમસ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર છેલ્લા પાંચ વર્ષથી કોઈ ફિલ્મમાં નથી દેખાઈ, જેના કારણે સતત અફવાઓ ફેલાઈ રહી છે કે તેણે બોલિવૂડ છોડી દીધું છે. પરંતુ હવે આ મુદ્દે ઉર્મિલાએ મૌન તોડ્યું છે અને આ તમામ અફવાઓનો અંત લાવી દીધો છે.
એક્ટ્રેસે કહ્યું કે, ‘મેં ક્યારેય એક્ટિંગ નથી છોડી, પરંતુ હું એવી ભૂમિકાની રાહ જોઈ રહી હતી જે મારા ટેલેન્ટ સાથે ન્યાય કરી શકે.’ઉર્મિલાએ જણાવ્યું કે, ‘મને હવે ફરીથી સારી અને રોમાંચક ઓફરો મળી રહી છે.
હું ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર પણ ડેબ્યૂ કરવા જઈ રહી છું. હવે ફરીથી સેટ પર પાછા ફરવાનો અને જોરદાર વાપસી કરવાનો સમય આવી ગયો છે.’હવે ઉર્મિલાએ ખુલાસો કર્યાે કે શું તેણે ખરેખર બોલિવૂડ છોડી દીધું હતું? “બ્લેકમેલ” પછી ઉર્મિલા ૨૦૨૨માં ડીઆઈડી સુપર મોમ્સ સીઝન ૩માં જજ તરીકે દેખાઈ હતી, પરંતુ તે કોઈ ફુલ-ફ્લેઝ્ડ પ્રોજેક્ટ નહોતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, લોકોનું એવું કહેવું છે કે, તમે હવે કામ કરવા માંગતી નથી માગતા. ત્યારે ઉર્મિલાએ સ્પષ્ટ કહ્યું કે, હું હંમેશા મારા કામ માટે સિલેક્ટિવ રહી છું. જો લોકોને લાગે છે કે હું ફિલ્મો નથી કરી રહી, તો હું તેમને દોષ નથી આપી શકતી.
પરંતુ સત્ય એ છે કે, મેં ક્યારેય એક્ટિંગ નથી છોડી.ઉર્મિલાએ આગળ કહ્યું કે, હું ઓટીટી પ્લેટફોર્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે અહીં નવા પ્રકારના પાત્રો અને જોનર એક્સપ્લોર કરવાની તક મળે છે. ઓટીટીએ એક્ટર્સ માટે એક નવી દુનિયા ખોલી દીધી છે.
એવા ઈમોસન્સ અને કેરેક્ટર છે જેને પહેલાં એક્સપ્લોર કરવામાં ન આવ્યા. હું એક ઓટીટી શોનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છું, જે આવતા વર્ષે રિલીઝ થવાની શક્યતા છે.૧૯૯૧માં “નરસિંહા”થી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરનારી ઉર્મિલાએ રંગીલા, જુદાઈ, સત્ય, કૌન, ભૂત અને પિંજર જેવી યાદગાર ફિલ્મો કરી છે.
પોતાના કરિયરને યાદ કરતાં તેણે કહ્યું કે, મારી સૌથી મોટી સિદ્ધિ એ રહી છે કે હું ક્યારેય એક જ પ્રકારની ભૂમિકામાં ન ફસાઈ. મેં હંમેશા મારી જાતને તોડી અને એક નવી છબી બનાવી.ઉર્મિલાએ સ્વીકાર્યું કે ૯૦ના દાયકાની તુલનામાં ઈન્ડસ્ટ્રીમાં પે સ્ટ્રક્ચરમાં સુધારો થયો છે, પરંતુ તેણે એમ પણ કહ્યું કે, મને ક્યારેય મારી ફી ને લઈને કોઈ ફરિયાદ નથી રહી.
હું તે સમયની ‘હાઈએસ્ટ પેડ’ એક્ટ્રેસમાંથી એક હતી. કેટલીક ફિલ્મોમાં મને મારા મેલ કો-સ્ટાર કરતાં વધુ ફી મળી છે. મારું માનવું છે કે પે ડિસ્પેરિટી જેવા મુદ્દાઓને માત્ર એક જ દ્રષ્ટિકોણથી ન જોવા જોઈએ, કારણ કે છેલ્લા ૩૦ વર્ષમાં આખી ઈન્ડસ્ટ્રી જ બદલાઈ ચૂકી છે.SS1MS
