લગ્નમાં ૪ જ તોલા સોનું આપવું, દેવું ન કરવું: ભરવાડ સમાજના કુરીવાજો પર પ્રતીબંધ
પ્રતિકાત્મક
ભરવાડ સમાજે બેઠક યોજીને કુપ્રથા બંધ કરીને સુધારાવાદી નિયમો અપનાવ્યા
(એજન્સી)અમદાવાદ, રબારી, ઠાકોર, મોદી, સરગરા સમાજ બાદ હવે ભરવાડ સમાજે પણ કેટલાક કુરીવાજો પર પ્રતીબંધ લાદવા અને નવા નિયમો લઅમલી કરવા માટે બેઠક મળી હતી. સમાજના પ્રમુખ વિજય ભરવાડના કહેવા પ્રમાણે આ નિયમો અત્યારથી જ લાગુ કરી દેવાયા છે.
અને એટલે હવે જે પ્રસંગે થશે તેમાં ભરવાડ સમાજના દરેક લોકો નવા નિયમનું પાલન કરશે. જુના નિયમ અને ખોટા રીવાજને કારણે કેટલાક પરીવારો આર્થિક બોજો સહન કરી રહયા છે. સામાજીક પ્રસંગમાં ૪ તોલાથી વધુ સોનું ન અપાય તેનું ખાસ ધ્યાન રાખવાની સમાજના અગ્રણીઓએ અપીલ કરી છે.
સમાજના અગ્રણીના કહેવા પ્રમાણે ભરવાડ સંસ્કાર સંસ્કૃતિ, શિક્ષણ અનેશિક્ષીત પરીવારોથી ઓળખાવો જોઈએ. દરેક ફરજ સમજીને કાર્ય કરે તો નિયમની જરૂર નથી. સમાજમાં નિયમ બનાવી સમુહમાં અમલ કરાવવા કરતાં પરીવારથીજ અમલ કરીએ તો પરીણામ મળશે.
આ નિયમોનો અમલ કરાશે
આર્થિક ક્ષમતા પ્રમાણે પ્રસંગ કરવો. દેવું ન કરવો. સામુહીક લગ્નો કરવો. ૪ તોલા જેટલું જ સોનું પ્રસંગમાં આપવું. દીકરીના પિતાએ વધારે સોનું આપવું હોય તો ઘરે આવે ત્યારે આપવું જાહેરમાં માત્ર ૪ તોલા જ આપવું. મામેરા પ્રથામાં કપડા ચીજવસ્તુઓ, ઉપયોગ થતો નથી. સોનું આપ્યં હોય અને વેચે તો અડધા પૈસા આવે છે. તેથી દીકરીને રોકડ આપો.
અવનવા પ્રસંગમાં હરખ ચુસ્તપણે બંધ કરવા જોઈએ. દીકરીને સગાઈ નકકી થાય એ પછી વ્રત મોળાકાતમાં કે હારડા લઈ જવા જેવી હરખના પ્રસંગે એકદમ બંધ કરવા જોઈએ.
શ્રીમંત લગ્ન કે અશુભ પ્રસંગે કપડાં આપવાની પ્રથા બંધ થવી જોઈએ. -બીજું સંમેલન ભરી લોકોને અપીલ કરાશે પ્રમુખ વિજય ભરવાડના કહેવા પ્રમાણે આધુનીક યુગમાં શિક્ષણ માત્ર ડીગ્રી મેળવવા માટે નથી પણ મનનો અંધકાર દુર કરી સાચો પ્રકાશ ફેલાવવાનું માધ્યમ છે.
આજે લગ્ન કે મરણ પ્રસંગે જે મોટો ખર્ચ કરવામાં આવે છે. તે ઘણીવાર ગરીબ પરીવારોને દેવામાં ડુબાડી દે છે. શિક્ષીત યુવા પેઢીએ આ દેખાદેખીના રીવાજને તોડવો પડશે. આદર્શ લગ્ન ના વિચારને શિક્ષણ જ વેગ આપી શકે છે. થોડા મહીના પછી ભરવાડ. સમાજ દ્વારા સૌથી મોટા સંમેલનમાં આ યોજના કરાશે. તેમાં ફરી વાર સમાજના લોકોને આ મુદે અપીલ કરવામાં આવશે.
