ઉદ્યોગસાહસિકો માટે વર્ક-લાઈફ બેલેન્સ તથા પ્રિવેન્ટિવ હેલ્થકેર હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા
GCCI બિઝનેસ વુમન કમિટીએ “Elevating Health Awareness with Leaders in Medicine” – “Smart Living for Business Leaders” થીમ સાથે “હેલ્થ સમિટ”નું આયોજન કર્યું હતું.
GCCI બિઝનેસ મહિલા વુમન કમિટી દ્વારા, GCCI હોસ્પિટલ અને મેડિકલ કમિટીના સહયોગથી તારીખ 15મી ડિસેમ્બર થી 19 મી ડિસેમ્બર, 2025 દરમિયાન પાંચ દિવસીય હેલ્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ હેલ્થ સમિટ નું થીમ હતું: “એલિવેટિંગ હેલ્થ અવેરનેસ વિથ લીડર્સ ઈન મેડિસિન – સ્માર્ટ લિવિંગ ફોર બિઝનેસ લીડર્સ”.
સમિટના અંતિમ દિવસે તારીખ 19 ડિસેમ્બર, 2025 ના રોજ મુખ્ય વક્તા તરીકે ડો. કેયુર પરીખ, એમડી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ અને મારેંગો CIMS હોસ્પિટલના ચેરમેન અને ડો. અનિશ ચંદારાણા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મારેંગો CIMS હોસ્પિટલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ “હાર્મોની વિથ હાર્ટ” તેમજ “વર્ક લાઈફ બેલેન્સ સ્ટ્રેટેજીસ ફોર એન્ટરપ્રેન્યોરસ એન્ડ ફેમીલીસ વિષય પર ઊંડાણમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર, સિનિયર ઉપ-પ્રમુખ શ્રી રાજેશ ગાંધી અને અન્ય પદાધિકારીઓ આજના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત સંબોધનમાં GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે બિઝનેસ વુમન કમિટી (BWC) દ્વારા આયોજિત કરેલ GCCI Health Summit – “Elevating Health Awareness with Leaders in Medicine”, ની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા આરોગ્ય કેન્દ્રિત કાર્યક્રમો વ્યવસાય જગતમાં આરોગ્ય જાગૃતિ વધારવામાં તેમજ પ્રતિરોધક આરોગ્ય સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
GCCI BWCના ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયાએ પોતાના પ્રાસંગિક સંબોધન બાદ વક્તાઓના પરિચય દરમિયાન જણાવ્યું હતું કે આજના ઉદ્યોગસાહસિકો અને પરિવારો માટે વર્ક-લાઈફ બેલેન્સ તથા પ્રિવેન્ટિવ હેલ્થકેર હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે.
સત્ર દરમિયાન Marengo CIMS હોસ્પિટલના ચેરમેન અને પ્રતિષ્ઠિત કાર્ડિયોલોજિસ્ટ ડો. કેયુર પારેખ તેમજ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. અનિશ ચંદારાણા દ્વારા “Harmony with a Healthy Heart: Work-Life Balance – Strategies for Entrepreneurs and Families” વિષય પર અત્યંત માર્ગદર્શક અને માહિતીપ્રદ સંબોધન આપવામાં આવ્યું હતું. બંને વક્તાઓએ વ્યવસાયિક જવાબદારીઓ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવીને હૃદય સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય તે અંગે વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.
સત્રનું સમાપન GCCI BWCના કો-ચેરપર્સન શ્રીમતી કવિતા દેસાઈ શાહે દ્વારા ઇન્ટરેક્ટિવ પ્રશ્નોત્તરી અને આભારવિધિ સાથે થયું, જેમણે આજના સત્રને અર્થપૂર્ણ અને પ્રભાવશાળી બનાવવા બદલ વક્તા, મહાનુભાવો અને સહભાગીઓનો આભાર માન્યો હતો.
