Western Times News

Gujarati News

‘કેમ છો ટ્રમ્પ?’ ના મહેમાનો માટે ર૮ પાર્કિગ તૈયાર કરવામાં આવશે

મનપા રૂ.પ૦ કરોડનો ખર્ચ કરશેઃબે લાખ વૃક્ષ લગાવવામાં આવશે

(દેવેન્દ્ર શાહ દ્વારા)  અમદાવાદ: અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રપ અને ર૬ ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે એ દરમ્યાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ?’ કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ ગાંધી આશ્રમની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના માત્ર બે કલાક માટે અમદાવાદ આવી રહ્યા છે પરંતુ તે સમય દરમ્યાન દેશ-વિદેશના મહેમાનોને કોઈ તકલીફ ન થાય એેની ખાસ કાળજી અમદાવાદ મનપા દ્વારા લેવામાં આવી રહી છે.


તદુપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે અમદાવાદની મુલાકાત યાદગાર સંભારણું બની રહે એ માટે મ્યુનિસિપલ કોર્પોેરશને અંદાજે રૂ.પ૦ કરોડનો ખર્ચ કરીને રોડ-રસ્તા, લાઈટીંગ અને પ્લાન્ટેશન સહિતની કામગીરી કરી રહ્યુ છે. વિશ્વની મહાસત્તા અમેરીકાના રાષ્ટ્રપતિ નવનિર્મિત મોટેરા સ્ટેડીયમનું લોકાર્પણ કરશે તથા ે‘કમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશને મોટેરા સ્ટેડીયમને સાંકળતા તમામ રસ્તા નવેસરથી તૈયાર કર્યા છે. જેના માટે અંદાજે રર કરોડનો ખર્ચ કર્યો છે. દેશ-વિદેશના મહેમાનોને આકર્ષિત કરવા માટે બે લાખ નવા વૃક્ષ લગાવવામાં આવી રહ્યા છે. ચીમનભાઈ પટેલબ્રિજીથી ઝુંડાલ સર્કલ તથા ચીમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડીયમ સુધી બે લાખ વૃક્ષ લગાવવામાં આવશે.

જેમાં બોરલ પામ, બિસ્મીકીયા, પામ, બોગન વેલિયા, ટોર્મ ગ્લોરી, કેલિયન્દ્રા, ટીકોમા, ગવડી-ચવડી, ઈગ્લીશકરણ (લાલ) વગેરે મુખ્ય છે. તદુપરાંત રોડની બન્ને તરફ પ૦૦ કરતા વધારે કુંડા પણ લગાવવામાં આવશે. ફ્લાવર-શોના રોપાનું ડીસ્પ્લે કરવામાં આવશે. મોટેરા સ્ટેડીયમને સાંકળતા રસ્તા પર બે લાખ વૃક્ષો લગાવવા માટે અંદાજે રૂ.ચા રકરોડનો ખર્ચ કરાશે.

‘કેમ છો ટ્રમ્પ?’ કાર્યક્રમમાં લાખો લોકો આવશે. તેમના માટે ર૮ જેટલા નાના-મોટા પા‹કગ તૈયાર કરવામાં આવશે. જે પૈકી ૧૩ પા‹કગ પ્લોટ તૈયાર થઈ ચુક્યા છે. જ્યારે શુક્રવાર સુધી વધુ ૧પ પા‹કગ પ્લોટ પણ તૈયાર થઈ જશે. કાર્યક્રમમાં થનાર સંભવિત ધસારાને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડીયમની કલબ પાસે વધુ એક દરવાજા કામચલાઉ ધોરણે તૈયાર કરવામાં આવશે.

ચીમનભાઈ પટેલ બ્રિજથી સ્ટેડીયમ સુધી ભવ્ય લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવશે. તેમજ બ્રિજથી રોડની બંન્ને તરફની મિલકતો પર પણ લાઈટીંગ થશે. ચીમનભાઈ પટેલ બ્રિજના રંગરોગાન કરવામાં આવ્યા છે તેમજ મેટ્રો મિલકતોના પણ કલર કામ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં કોઈ જ કચાશ ન રહે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આરટીઓ સર્કલથી મોટેરા સ્ટેડીયમ, ઝુંડાલ સર્કલ તેમજ ભાટ-કોતરપુર તરફના તમામ રસ્તા ને નવા ઓપ આપવામાં આવ રહ્યા છે.

જેના માટે મ્યુનિસિપલ રોડ પ્રોજેક્ટ વિભાગ, બગીચા વિભાગ તથા પશ્ચિમ ઝોનના તમામ ઉચ્ચ અધિકારીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.