વોટ્સએપ હેકિંગ દ્વારા છેતરપિંડી આચરનાર આરોપી ઝડપાયો
ખેડા, આણંદ સહિત બાર ઠેકાણેની ઠગાઈના ભેદ ખુલ્યા
(પ્રતિનિધિ) નડિયાદ, નડીઆદના માઈમંદિર રોડ પર રહેતા એક યુવાન પાસેથી વોટ્સએપ હેકિંગના માધ્યમથી ઓળખીતા હોવાનો વિશ્વાસ આપી ૧૪ હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ બનાવમાં પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ, નડીઆદમાં મહેશ વાટિકા પાસે આવેલ શ્રીસંન ડુપ્લેક્સમાં રહેતા પ્રયાગભાઈ પંડ્યાના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો.
ફોન કરનાર વ્યક્તિએ તેમની જ સોસાયટીમાં રહેતા કિંજલબેનના સગા બોલે છે અને અત્યારે તાત્કાલિક ૧૪,૦૦૦ રૂપિયાની જરૂર છે, જે આવતીકાલે પરત કરી દેશે. સામાવાળી વ્યક્તિએ ઓળખીતા હોવાનો દ્રઢ વિશ્વાસ અપાવતા પ્રયાગભાઈએ મોકલેલા ક્યુ.આર. કોડ પર ગૂગલ-પે મારફતે ૧૪,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ મળ્યા બાદ ગઠિયાએ ફરીથી ૧૧,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, બીજી વખત ટ્રાન્જેક્શન ફેલ થતાં શંકા જતા પ્રયાગભાઈએ સોસાયટીમાં રહેતા કિંજલબેનનો સંપર્ક કર્યો હતો.
ત્યારે જાણવા મળ્યું હતું કે મારું વોટ્સએપ હેક થયેલું છે અને તેઓએ કોઈ નાણાંની માંગણી કરી નથી. જેથી આ ગઠિયા નું કામ હોવાનું બહાર આવ્યું હતું આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જો કે જે તે વખતે એવી પણ ચર્ચા હતી કે નડીઆદની સંતરામ મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષકો અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને પણ નિશાન બનાવ્યા છે.
કેમકે તેમનો પુત્ર પણ આજ સ્કૂલમાં ભણતો હતો આ બાબતને ગંભીર ગણીને પોલીસે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન પોલીસના હાથે પ્રિતેશભાઇ મહેશભાઇ મણીભાઇ પ્રજાપતિ ઉ.વ.૨૮ ધંધો.વેપાર રહે.રમણ ગામડી ગામ પોર જી.આઇ.ડી.સી.પાસે તા.જી.વડોદરા મુળ રહે. નેનપુર અજીત પાર્ક સોસાયટી, રેલ્વે સ્ટેશન સામે તા.મહેમદાવાદ ને પકડી પાડ્યો છે
આ આરોપીએ ૨૦૨૦ થી ઓનલાઈન ઠગાઈ શરૂ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે તેની સામે અત્યાર સુધીમાં ખેડા આણંદ રાજકોટ વલસાડ સહિત અન્ય ઠેકાણે મળી કુલ ૧૨ ગુના નોંધાયા છે મહેમદાવાદમાં તેની સામે ત્રણ ગુના નોંધાયા છે આમ અત્યાર સુધીના ૧૨ ગુના નો ભેદ ખુલ્યો છે
ધોરણ ૧૧ આર્ટસ પાસ યુવક ઠગાઈ મા અવ્વલ પોલીસની પાંચમી તપાસમાં ૨૦૨૦ થી ઓનલાઇન ઠગાઈ કરનાર પ્રિતેશ ધોરણ ૧૧ આર્ટસ સુધી ભણેલો છે મૂળ મેમદાવાદ તાલુકાના નેનપુરનો છે અને હાલમાં વડોદરા છાણી તેની માં રહે છે તેના બે બાળકો છે ઠગાઈ પર તે જીવન ગુજારતો હોવાનું બહાર આવ્યું છે
