Western Times News

Gujarati News

શાળાએ જતી બાળકીઓને ટાર્ગેટ કરતા આ નરાધમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ

વસોના રામપુરમાં ૪ માસૂમ બાળકીઓ પર હેવાનિયત આચરનાર નરાધમને અંતિમ શ્વાસ સુધીની સખત કેદ

(પ્રતિનિધિ)નડિયાદ, ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુર ગામમાં પડોશમાં રહેતી ૭ થી ૧૧ વર્ષની ચાર માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવનાર ૫૪ વર્ષીય નરાધમ ને નડિઆદની સ્પેશિયલ પોક્સો કોર્ટે માનવતા મરી પરવારે તેવી કરતૂતો બદલ તેના કુદરતી જીવનના અંત સુધીની સખત કેદની સજા ફટકારી છે. ઉપરાંત રૂપિયા ૧.૫૧ લાખ તો દંડ પણ કર્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુર ગામના કાકરખાડ ફળિયામાં એકલવાયું જીવન જીવતો ચંદ્રકાંત ડાયાભાઈ પટેલ ઉંમર વર્ષ ૫૪ મહેંદી મૂકવાનું અને પેન્ટિંગનું કામ સાથે સંકળાયેલો છે  ૧૪ /૧૦/ ૨૪ ના રોજ આ ચંદ્રકાંત પટેલ ની પાપલીલા ખુલ્લી પડી હતી એક વર્ષ સુધી આ ચંદ્રકાંત પટેલ નાની બાળકીઓ સાથે પોતાની હવસ સંતોષતો હોવાનું બહાર આવ્યું હતું જેના પગલે નાના એવા ગામમાં ચકચાર મચી હતી શાળાએ જતી બાળકીઓને ટાર્ગેટ કરતો હતો.

જ્યારે પણ તેના મનમાં વાસનાનો કીડો સળવળતો, ત્યારે તે રિસેસના સમયે ડેરી પાસે ઉભો રહી બાળકીઓને પટાવી-ફોસલાવી પોતાના ઘરે લઈ જતો હતો.
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ભોગ બનનાર એક બાળકીએ હિંમત ભેગી કરી પોતાની માતાને નરાધમ ચંદ્રકાંતની કરતૂત વિશે જણાવ્યું હતું.

બાળકીની આપવીતી સાંભળી ચોંકી ઊઠેલા માવતર હોય અન્ય પડોશીઓને પૂછપરછ કરતા અન્ય બાળકીઓએ પણ તેમની સાથે આચરાયેલા દુષ્કર્મની વિગતો જણાવી હતી.

આથી રોષે ભરાયેલા ગ્રામજનો અને વાલીઓ વસો પોલીસ મથકે પહોંચ્યા હતા અને નરાધમ સામે ૧૪/૧૦/૨૪ રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ આરોપીની ધડપકડ કરી હતી અને તેનો મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે. ભોગ બનનાર તમામ બાળકીઓને તબીબી તપાસ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી વસો પોલીસે તપાસ કર્યા બાદ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં મૂકી હતી

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો ચાર્જશીટમાં ટાંકી હતી જેમાં ભોગ બનનાર પ્રથમ દીકરી તે સમયે ઉં. વર્ષ- સાડા ૮ વર્ષ નાનીને સ્કુલ છુટવાના સમયે ગામની ભાગોળે મળી તેને ચોકલેટ, પડીકા, પૈસા આપવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી સાંજના સમયે બાળકીની એકલતાનો લાભ લઇ શરીર ઉપર તથા ગુપ્ત ભાગે અડાલા કરેલ.

ત્યારબાદ ગણપતિ મહોત્સવ ઉપર ભોગ બનનાર દીકરીને ઇશારા કરી પોતાના ઘરે બોલાવી ટી.વી. માં અશ્લીલ વિડિયો તથા ફોટા બતાવી બાળકીને પોતાના ઘરના બાથરૂમમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી, ઘરના રૂમના પલંગ પર લઇ જઇ સુવડાવી જાતીય દુષ્કર્મ આચરી તેણીને મુખમૈથુન કરાવેલ ત્યારબાદ ભોગ બનનાર દીકરીને પોતાના ગુપ્તાંહ પર બેસાડી જાતીય દુષ્કર્મ આચરી તેના વિડિયો બનાવેલ.

આરોપીએ પોતાના ઘરે એક પુતળું બનાવેલ હોય તે ભોગ બનનારને બતાવી ધમકી આપેલ કે આ બાબતે કોઇને કહીશ તો પુતળા સાથે ખેતરમાં લઇ જઇ દાટી દઇશ. તેમ કરી અવારનવાર જાતીય દુષકર્મ આચરેલ હતા.

તે ઉપરાંત ભોગ બનનાર દીકરીની સગી બહેન ઉંમર- ૧૧ વર્ષ નાનીને પૈસા આપવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી ઘરના બાથરૂમમાં તથા રૂમમાં જાતીય દુષ્કર્મ આચરેલ અને તેનનો વિડિઓ પણ ઉતારેલ. તેમજ ભોગ બનનાર દીકરીને આ બાબતે કોઇને જણાવશે તો કોથળામાં પુરી ને કાપી નાંખીને દાટી દેવાની ધમકી આપેલ. તે સિવાય ભોગ બનનાર સાથે નવરાત્રિમાં સાતમા નોરતે પોતાના ઘરે બોલાવી ફરી જાતીય દુષ્કર્મ આચરેલ અને તેનો પણ વિડિયો બનાવેલ.

ઉપરાંત ભોગ બનનાર તીજી કિશોરી ઉંમર વર્ષ ૭ વર્ષ ૬ માસનાનીને પડીકા, બિસ્કિટની લાલચ આપી ઉંચકીને પોતાના ઘરે લઇ જઇ બાથરૂમમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી જાતીય દુષ્કર્મ આચરેલ. તેનો પણ વિડિયો બનાવેલ. તેમજ ભોગ બનનાર દીકરીને આ વિશે કોઇને જણાવશે તો ગળું દબાવીને મારી નાંખવાની ધમકી આપેલ.

તે ઉપરાંત ચોથી કિશોરી ઉંમર વર્ષ- ૭ વર્ષ ૬ માસનાનીને ઇશારા કરી પોતાના ઘરે બોલાવી બાથરૂમમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી તથા ઘરના ટેબલ પર બેસાડી આરોપીએ પોતાના ગુપ્ત અંગોથી મુખમૈથુન કરાવી જાતીય દુષ્કર્મ આચરેલ. અને આ બાબતે કોઇને ન કહેવા ધમકી આપેલ. તેમજ અન્ય ભોગ બનનારના વિડિયો પણ બતાવેલ.નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

આ કેસ નડિઆદના સ્પે. પોક્સો જજ પી. પી. પુરોહિતની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ પ્રેમ આર. તિવારી નાઓએ એવી રજુઆત કરેલ કે, સમગ્ર દેશમાં સગીર વયની બાળકીઓ જે કુમળી વયની છે તેમની સાથે આવી ઘટનાઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ આવી ઘટનાઓ સામે લાલ આંખ કરી છે. ત્યારે આવા કેસમાં આરોપીને વધુમાં વધુ આકરી સજા થવી જોઇએ.

જેથી સમાજમાં મજબૂત સંદેશો મળે અને આવા ગુનાઓ થતા અટકે આ દલીલો અને ફરિયાદપક્ષ તરફે કુલ ૧૯ સાહેદો તથા ૪૫ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ કોટે આરોપી ચંદ્રકાન્ત ઉર્ફે પેન્ટર ડાહ્યાભાઈ પટેલ ને જીવે ત્યાં સુધી જેલમાં રહેવા સુધીની સજા ફટકારી છે તેમજ ૧.૫૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે

અત્રે નોંધનીય છે કે કોર્ટે ચુકાદામાં પ્રત્યેક ભોગ બનનારને સરકારશ્રીના ઠરાવ મુજબ રૂ. ૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પુરા ) વળતર પેટે ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.