12 વર્ષથી કોમામાં સરી પડેલા પુત્રના માતા પિતાને સુપ્રીમ કોર્ટના જજ મળશે
યુવકની દયનીય સ્થિતિ જોઈ સુપ્રીમે દુઃખ વ્યકત કર્યું -સારવાર માટે ઘર વેચ્યું, હવે અમારી પાસે રૂપિયા નથીઃ માતા પિતાની ઈચ્છા મૃત્યુની છૂટની માંગ
(એજન્સી)નવીદિલ્હી, ૩૧ વર્ષીય પુત્ર છેલ્લા ૧ર વર્ષથી કોમામાં છે. એવામાં સાવ નબળી આર્થિક સ્થિતીને સામનો કરી રહેલા પિતાએ પોતાના આ પુત્રને ઈચ્છા-મૃતયુ આપવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં મદદથી ગુહાર લગાવી છે. મામલાને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટે માતાપિતાને વ્યકિતગત મળવાની ઈચ્છા વ્યકત કરી હતી.
પીડીત યુવક હરીશ રાણા વર્ષ ર૦૧૩માં એક બિલ્ડીગના ચોથા માળેથી નીચે પડી ગયો હતો. જે બાદ ગંભીર ઈજા પહોચી હતી. જોકે સારવાર દરમ્યાન તે કોમામાં જતો રહયો હતો. છેલ્લા ૧ર વર્ષથી માતા પિતા તેની સેવા કરી રહયા છે. જોકે હવે આર્થિક પરીસ્થિતી એટલી ખરાબ થઈ ગઈ છે. કે તેમણે પુત્રની સારવારના ખર્ચ માટે પોતાનો ફલેટ પણ વેચી દેવો પડયો હતો.
બાદમાં પિતાએ સુપ્રીમ કોર્ટમાં મદદની ગુહાર લગાવી હતી. તેમની અરજીની સુનાવણી દરમ્યાન ન્યાયધીશ જે. બી. પારડીવાલા અને કે વી. વિશ્વનાથનની બેચે આ મામલે એઈમ્સની સેકન્ડરી મેડીકલ રીપોર્ટ જોયા બાદ મામલાને અત્યંત દુઃખદ ગણાવ્યો હતો. સુપ્રીમે કહયુ હતુંકે, આ બાળકોને આ હાલતમાં ના છોડી શકાય.
સુપ્રીમે આ યુવકના માતા પિતાની સાથે ૧૩મી જાન્યુઆરી મુલાકાત નકકી કરી છે. મેડીકલ બોર્ડે સ્પષ્ટ કહી દીધું છે કે યુવકનું ઠીક થવું લગભગ અશકય છે. હાલમાં તે ટ્રેકીયોસ્ટોમી અને ગેસ્ટ્રોસ્ટમીના સહારે શ્વાસ અને અન્ન લઈ રહયો છે.
૧. ટ્રેકીયોસ્ટોમી (Tracheostomy)
આ શ્વાસ લેવા માટે કરવામાં આવતી એક સર્જરી છે.
-
શું છે?: ગળાના આગળના ભાગમાં નાનું કાણું પાડીને શ્વાસનળી (Trachea) માં સીધો માર્ગ બનાવવામાં આવે છે. આ કાણામાં એક નળી (Tracheostomy Tube) મૂકવામાં આવે છે, જેના દ્વારા દર્દી શ્વાસ લઈ શકે છે.
-
ક્યારે કરવામાં આવે છે?:
-
જ્યારે નાક કે મોં દ્વારા શ્વાસ લેવામાં અવરોધ આવતો હોય.
-
દર્દી લાંબા સમયથી વેન્ટિલેટર પર હોય.
-
ગળામાં કે ફેફસામાં ગંભીર ઈજા કે લકવો થયો હોય.
-
-
ફાયદો: તે હવાને સીધી ફેફસાં સુધી પહોંચાડવામાં મદદ કરે છે, ખાસ કરીને જ્યારે ઉપરનો શ્વસન માર્ગ બંધ હોય.
૨. ગેસ્ટ્રોસ્ટમી (Gastrostomy)
આ ખોરાક લેવા માટે કરવામાં આવતી એક પ્રક્રિયા છે.
-
શું છે?: પેટ (Stomach) ના ભાગમાં સીધું નાનું કાણું પાડીને ત્યાં એક નળી મૂકવામાં આવે છે. આ નળીને G-Tube અથવા PEG Tube કહેવામાં આવે છે.
-
ક્યારે કરવામાં આવે છે?:
-
જ્યારે દર્દી મોં દ્વારા ખોરાક ગળી શકતો ન હોય.
-
કેન્સર, લકવો (Stroke) અથવા ગળાના કોઈ રોગને કારણે ગળવાની નળી બંધ થઈ ગઈ હોય.
-
ગંભીર કુપોષણ જેવી સ્થિતિમાં જ્યારે લાંબા ગાળા સુધી કૃત્રિમ રીતે પોષણ આપવાની જરૂર હોય.
-
-
ફાયદો: આનાથી પ્રવાહી ખોરાક, પાણી અને દવાઓ સીધી પેટમાં પહોંચાડી શકાય છે.
