ઉ. કેલિફોર્નિયામાં પૂરથી જળબંબાકારઃ એકનું મોત
રેડિંગ (કેલિફોર્નિયા)ે, ઉત્તર કેલિફોર્નિમાં આવેલાં પૂરના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા, જેનાં કારણે રાહત બચાવ ટુકડીના જવાનોને પાણીમાં ફસાયેલા અને ઘરોમાં ફસાઇ ગયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી.
જો કે આ કુદરતી હોનારતમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું સત્તાવાળાઓએ સ્વિકાર્યું છે. પોલીસે કહ્યું હતું કે રવિવારે રેડિંગ શહેરમાં તેઓને પાણીમાં ફસાઇ ગયેલાં સેંકડો લોકોના મદદ માટેના ફોન આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક નાગરિકનું મોત થયું છે એમ શહેરના મેયરે જણાવ્યું હતું.જો કે મેયરે આ સિવાય વધુ કોઇ માહિતી આપી નહોતી.
૯૩,૦૦૦ લોકોની વસ્તી ધરાવતું રેડિંગ શહેર કેલિફોર્નિયાના પાટનગ સેક્રામેન્ટોથી ૨૫૭ કિ.મી ઉત્તરે આવેલું છે. બે નાના નગરોમાં રવિવારની રાત્ર સુધીમાં ૩ થી ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો એમ અમેરિકાની નેશનલ વેધર સર્વિસે કહ્યું હતું.
કેલિફોર્નિયાના આર્થિક પાટનગર ગણાતા આ શહેરમાં શનિવારે વીજળી ડૂલ થઇ જતાં શહેરના ૧.૩૦ લાખ જેટલા ઘરો અને ઓફિસોમાં અંધારપટની સ્થિતિ સર્જાઇ હતી, પરંતુ રવિવારે ડૂલ થયેલી વીજળી પાછી આવી જતાં અંધારપટ દૂર થયો હતો અને શહેર ઉપર આવી પડેલી આફત દૂર થઇ હતી. રવિવારની બપોર સુધી ૧૭૦૦૦ જેટલા ગ્રાહકોને વીજળી વિના રહેવું પડ્યું હતું એમ પેસિફિક ઇલેકટ્રીક કંપનીએ કહ્યું હતું.SS1MS
