બાંગ્લાદેશ ભારતમાં રાજદ્વારી હાજરી ઘટાડી શકે છે
ઢાકા, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશી બાબતોના સલાહકાર એમ. તૌહિદ હુસૈને રવિવારે જણાવ્યું હતું કે જો કથળેલી પરિસ્થિતિ યથાવત રહેશે તો ઢાકા નવી દિલ્હીમાં પોતાની રાજદ્વારી હાજરી “ઘટાડવા પર વિચાર કરી શકે છે”.
ભારત વિરોધી યુવા નેતા ઓસ્માન હાદી પર હત્યાના પ્રયાસ દરમિયાન થયેલી ઇજાઓને કારણે તેમનું મોત થયા બાદ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.ભારતે બાંગ્લાદેશી મીડિયામાં પ્રસિદ્ધ અહેવાલોને “ભ્રામક પ્રચાર” ગણાવીને ફગાવી દીધા હતા ત્યારબાદ તોહિદ હુસૈને આ મુજબનું નિવેદન કર્યું છે. આ અહેવાલોમાં નવી દિલ્હીમાં આવેલી બાંગ્લાદેશ મિશન બહાર મેમનસિંહમાં એક હિંદુ વ્યક્તિની હત્યા સામે થયેલા વિરોધ પ્રદર્શનને સુરક્ષા પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ ગણાવવામાં આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન સામે અંદાજે ૨૦થી ૨૫ યુવકો ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને ૨૫ વર્ષીય દીપુ ચંદ્રદાસની “ભયાનક હત્યા”નો વિરોધ કર્યાે હતો.ભારતે બાંગ્લાદેશમાં વિઝા સેન્ટર બંધ કરવાના પગલાંથી રોષે ભરાયેલાં બાંગ્લાદેશના હાઈ કમિશને ભારતીયો માટે વિઝા સેવા બંધ કરી દીધી છે.
દિલ્હી સ્થિત બાંગ્લાદેશના કાઉન્સેલર અને વિઝા સર્વિસ પર અસ્થાયી ધોરણે રોક લગાવાઈ છે.અજાણ્યા ગનમેનોએ સોમવારે બાંગ્લાદેશના બીજા એક વિદ્યાર્થી નેતા મોતાલેબ શિકદરના માથામાં ગોળી મારી હતી. મોતાલેબે ૨૦૦૪માં વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલાં હિંસક બળવામાં ભાગ લીધો હતો. આ હુમલો દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશના ખુલના શહેરમાં થયો, જે પ્રખ્યાત યુવા નેતા શરીફ ઓસ્માન હાડીની હત્યાના થોડા દિવસો બાદ થયો છે.
“એનસીપી (નેશનલ સિટિઝન પાર્ટી)ના ખુલેના ડિવિઝન વડા અને પાર્ટીના વર્કર્સ ળન્ટના કેન્દ્રીય સંયોજક મોતાલેબ શિકદરને થોડા મિનિટ પહેલા ગોળી મારવામાં આવી છે,” એનસીપીની સંયુક્ત મુખ્ય સંયોજક મહમુદા મિતુએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું. ડૉક્ટર એવા મિતુએ જણાવ્યું કે શિકદરને ગંભીર હાલતમાં ખુલેના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા.SS1MS
