Western Times News

Gujarati News

ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ

મુંબઈ, ડિસેમ્બરના ત્રણ સપ્તાહ પૂરા થયા હોવા છતાં ગુજરાતમાં શિયાળો હજુ ટોપ ગિયરમાં આવ્યો નથી. ગુજરાતના મોટાભાગના શહેરમાં વધુ એક દિવસ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી વધારે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી પાંચ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના પણ નહિવત છે.

હવામાન નિષ્ણાતોના મતે સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં હિમાલય તરફથી ઉત્તર-ઉત્તરપશ્ચિમના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે છે. આ વર્ષે આ પવનનું જોર નબળું હોવાથી ઠંડીનો પ્રભાવ ઓછો રહ્યો છે.

ઉત્તર ભારતમાં વારંવાર આવતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહે છે, જેના પગલે રાત્રિના તાપમાનમાં ઘટાડો નહીં થવાથી ગુજરાત સુધી મજબૂત રીતે ઠંડી પહોંચતી નથી.આ ઉપરાંત અરબી સમુદ્રથી આવતા ભેજયુક્ત પવન રાત્રિના તાપમાનને નીચે જવા દેતા નથી, જેના કારણે રાત્રે ઠંડીના બદલે સાધારણ ગરમી પણ અનુભવાય છે.

છેલ્લા કેટલાક વર્ષાેમાં ક્લાઈમેટ ચેન્જ, અલ નિનો જેવી પરિસ્થિતિને કારણે શિયાળાની ઋતુ અગાઉના વર્ષાે કરતાં ટૂંકી થઈ છે અને ઠંડીની તીવ્રતા પણ ઘટતી જાય છે. શહેરોમાં કડકડતી ઠંડી નહીં પડવા માટે વાહન પ્રદૂષણ તેમજ કોંક્રિટ જંગલ જવાબદાર પરિબળ છે.

અર્બન હિટ આઇલેન્ડ ઈફેક્ટથી રાત્રિના તાપમાન વધારે રહે છે. ટૂંકમાં કહેવામાં આવે તો ઠંડા પવન નહીં આવવા, હવામાન વિક્ષેપ અને ગ્લોબલ વો‹મગથી ઠંડીનું જોર ઘટ્યું છે.શહેરોનું કાપમાન આસપાસના હિટ આઇલેન્ડ કરતા વધારે રહે તો તેને અર્બન હિટ આઇલેન્ડ અસર કહેવાય છે. વૃક્ષોનો અભાવ, વાહનોનું પ્રદૂષણ, ઊંચી ઈમારતો અર્બન હિટ આઈલેન્ડ માટે મુખ્ય કારણ છે.

કોંક્રિટ-ડામરની સામગ્રીના બનતા રોડ-બિલ્ડિંગ-ફલાય ઓવર સૂર્યની ગરમી શોષી લે છે અને રાત્રે ધીમે-ધીમે ગરમી છોડે છે, જેનાથી રાત્રિના પણ ગરમી અનુભવાય છે.આ અઠવાડિયે સરેરાશ લઘુતમ તાપમાન ૧૪-૧૫ ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે જાન્યુઆરીમાં ૮ થી ૧૨ ડિગ્રી અને ફેબ્›આરીમાં ૧૧થી૧૫ ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયેલું રહે તેવી સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.