સિરીઝ ભલે ગુમાવી પણ મેલબોર્નમાં બદલો લેવા સજ્જ છીએઃ સ્ટોક્સ
એડિલેડ, ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ૮૨ રનના પરાજયનો સામનો કર્યા બાદ પ્રતિષ્ઠિત એશિઝ ટેસ્ટ ક્રિકેટ સિરીઝ ગુમાવી દેનારી ઇંગ્લેન્ડની ટીમના સુકાની બેન સ્ટોક્સે કબૂલ્યું હતું કે આ સિરીઝ ગુમાવવાથી ટીમ નિરાશ થઈ છે અને ટીમના તમામ સદસ્ય આઘાત પામ્યા છે.
જોકે સિરીઝ ભલે ગુમાવી હોય પણ અમે બાકી રહેલી બે ટેસ્ટમાં શાનદાર રમત દાખવીને બદલો લેવા સજ્જ છીએ.ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં રમાઈ રહેલી પાંચ ટેસ્ટની એશિઝ સિરીઝમાં રવિવારે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો તે સાથે તેણે ૩-૦ની અજેય સરસાઈ સાથે એશિઝ ટ્રોફી જીતી લીધી હતી.
એડિલેડમાં રમાયેલી ટેસ્ટમાં ૪૩૫ રનના કપરાં ટારગેટ સામે રમતાં ઇંગ્લેન્ડની ટીમ ૨૨૮ રનમાં આઉટ થઈ ગઈ હતી. રવિવારે સવારે તેણે છ વિકેટે ૨૦૭ રનના સ્કોરથી આગળ ઇનિંગ્સ ધપાવી હતી પરંતુ ૩૫૨ રનના સ્કોર સુધીમાં તેણે બાકીની વિકેટો ગુમાવી દીધી હતી.
આ પરાજય બાદ બેન સ્ટોક્સ નિરાશ જોવા મળ્યો હતો. મેચ બાદ તેણે જણાવ્યું હતું કે આ હાર દુઃખદ છે પરંતુ બાકી રહેલી બે ટેસ્ટમાં અમે શાનદાર પ્રદર્શન કરવા માટે સજ્જ છીએ.સ્ટોક્સે જણાવ્યું હતું કે અમે અહીં એક લક્ષ્યાંક લઈને આવ્યા હતા અને અમારું સ્વપ્ન એશિઝ જીતવાનું હતું પરંતુ અમારું સ્વપ્ન રોળાઈ ગયું છે અને અમે સફળતા મળી નથી.
જોકે મેલબોર્ન અને સિડનીમાં અમે જોરદાર વળતો પ્રહાર કરીશું. અમારી ટીમમાં પ્રતિભાની કમી નથી પરંતુ મેદાન પર પ્રદર્શન કરવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ.SS1MS
