હીરોઈન બનવા સ્વીડનથી મુંબઈ આવેલી એલી કૃષ્ણની ભક્ત બની
મુંબઈ, બોલિવૂડમાં એક એવી સુંદર હિરોઈન છે જેનો જન્મ ભલે વિદેશમાં થયો હોય પરંતુ હિન્દીમાં સુપરહિટ ફિલ્મ આપી ચૂકી છે. અત્યાર સુધી ૩૩ થી વધુ ફિલ્મો અને સીરીઝમાં ધમાલ મચાવનારી આ હિરોઈન હવે સંપૂર્ણ પ્રભુમય થઈ ગઈ છે અને હવે હંમેશા કૃષ્ણ ભક્તિમાં લીન રહે છે. આ અભિનેત્રીનું નામ છે એલી અવરામ. એલીની બોલિવૂડમાં એન્ટ્રી ભલે ફ્લોપ ફિલ્મથી થઈ પરંતુ પોતાના અભિનય અને સુંદરતા દ્વારા પડદા પર કામણ પાથરી ચૂકી છે.
એટલું જ નહીં, બિગ બોસ રિયાલિટી શોમાં પણ ૭૦ દિવસો સુધી તેની પર્સનાલિટીનો ડંકો વાગ્યો હતો. આજકાલ તે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથેના પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. એલી અવરામનું પૂરું નામ એલિસબેટ અવરામિડૌ ગ્રાનલુન્ડ છે અને તેનો જન્મ સ્વીડનમાં થયો હતો.
અવરામના માતા અને માસી સ્વીડનની સ્કેન કાઉન્ટીમાં એક થિયેટર ચલાવે છે, જ્યાં તેણે એક્ટિંગની તાલીમ લીધી અને સ્ટોકહોમની ફ્રાન્ઝ શાર્ટાે હાઈસ્કૂલમાં અભ્યાસની સાથે ઇકોનોમીમાં ડિગ્રી મેળવી હતી. બાળપણથી જ અવરામ બોલિવૂડમાં હિરોઈન બનવાનું સપનું જોતી હતી.
જ્યારે તે ૧૭ વર્ષની હતી, ત્યારે તે સ્ટોકહોમના વિદેશી ડાન્સ ગ્›પ’નો હિસ્સો હતી અને હિન્દી ફિલ્મોના ગીતો પર નૃત્ય કરતી હતી. તેણે સ્વીડિશ ફિલ્મ ‘ફોરબજુડેન ફ્›ક્ટ’ (૨૦૦૮)થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે મુખ્ય પાત્રની પ્રેમિકા સેલેન ભૂમિકા ભજવી હતી. તે સ્વીડિશ શો ‘ગોમોરોન સ્વેરિજ’ (૧૯૭૭)માં પણ જોવા મળી હતી અને મિસ ગ્રીસ ૨૦૧૦ની સ્પર્ધામાં પણ ભાગ લઈ ચૂકી છે.
સપ્ટેમ્બર ૨૦૧૨માં બોલિવૂડમાં કામ કરવાની પોતાની ઈચ્છાને પૂરી કરવા માટે તે મુંબઈ આવી ગઈ અને વર્ક વિઝા મેળવવા માટે એક મોડેલિંગ એજન્સી સાથે કામ કર્યું. તેને અક્ષય કુમાર સાથે એવરરેડી ઇન્ડસ્ટ્રીઝની એક જાહેરાતમાં કામ કરવાની તક મળી.
અવરામે વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘મિકી વાયરસ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમાં મનીષ પોલ સાથે સ્ક્રીન શેર કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. તેમ છતાં અવરામે હાર ન માની અને સતત મહેનત કરતી રહી. વર્ષ ૨૦૧૫ માં અવરામને કપિલ શર્મા સાથે ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરૂં’ માં કામ કરવાની તક મળી અને તેમણે ઉત્કૃષ્ટ અભિનયથી લોકોના દિલ જીતી લીધા.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી અને અવરામ હિરોઈન બની ગઈ. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે પણ સાઉથથી લઈને બોલિવૂડની વિવિધ ફિલ્મોમાં જોવા મળે છે. અવરામે અત્યાર સુધી ૩૩થી વધુ ફિલ્મો અને સીરીઝમાં કામ કર્યું છે અને પોતાના ધમાકેદાર ડાન્સથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે.અવરામનો જન્મ એક ક્રિશ્ચિયન પરિવારમાં ભલે થયો હોય, પરંતુ હિન્દુ ભગવાનમાં તેની ઊંડી આસ્થા છે.
અવરામ અવારનવાર ગણેશ ઉત્સવ અને પૂજામાં સામેલ થતી જોવા મળે છે. આ સાથે જ તે મહાકાલના દર્શન પણ કરી ચૂકી છે. એટલું જ નહીં, અવરામ ભગવાન કૃષ્ણની પરમ ભક્ત છે અને હૃદયપૂર્વક તેમને ભજે છે. તાજેતરમાં જ અવરામે એક ઇન્ટરવ્યુમાં આ બાબતનો ઉલ્લેખ પણ કર્યાે છે અને જણાવ્યું હતું કે, ભગવાન કૃષ્ણમાં તેની અતૂટ શ્રદ્ધા છે. છેલ્લાં કેટલાંક દિવસોથી અવરામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આશિષ ચંચલાની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં હતી.SS1MS
