જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગાજવીજ સાથે વીજળી પડવાની ચેતવણી
Rain night
(એજન્સી)નવીદિલ્હી, આ વિસ્તારોમાં ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્્યતા છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે પ્રવાસન અને સ્થાનિક વાહનવ્યવહાર પર મોટી અસર પડી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો મિજાજ બદલાયો છે.
હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં આ રાજ્યોના ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા સાથે બરફીલા તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્્યતા છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગાજવીજ સાથે વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે પ્રવાસન અને સ્થાનિક વાહનવ્યવહાર પર મોટી અસર પડી શકે છે.
સમગ્ર ઉત્તર ભારત અત્યારે કડાકાની ઠંડીની ચપેટમાં છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન ૫ થી ૧૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના બારાબંકીમાં તાપમાન ગગડીને ૪.૫ ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું છે.
૨૮ ડિસેમ્બર સુધી બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિતના રાજ્યોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે, જેને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
