કૂતરાઓને ગમે તે સ્થળે ખવડાવનારને અટકાવવા ગેરકાયદે ના ગણાયઃ હાઈકોર્ટ
મુંબઈ, કૂતરાઓને રસ્તા પર ખાવાનું ખવડાવતા રોકવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. રખડતા કૂતરાઓને બિન ફાળવેલા સ્થળ પર જો કોઈ વ્યક્તિ ખાવાનું ખવડાવે છે અને તેને રોકવામાં આવે છે તો તેને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ખોટી રીતે પ્રતિબંધ અથવા અવરોધ ગણી શકાય નહીં.
બોમ્બે હાઈકોર્ટના જજ જસ્ટિસ રેવતી મોહિતે ડેરે તથા સંદેશ પાટિલની ખંડપીઠે આ સંદર્ભે પૂણેના રહેવાસી એવા ૪૨ વર્ષીય મહિલા વિરુદ્ધ દાખલ ફોજદારી કેસને રદ કર્યાે હતો. પૂણેની રહેવાસી મહિલાએ પોતાની હાઉસિંગ સોસાયટીના ગેટ નજીક શેરીના કૂતરાઓને ખવડાવવા બદલ અન્ય મહિલા તથા તેના મિત્રોને કથિત રીતે અટકાવ્યા હતા.
હાઈકોર્ટે નોંધ્યું કે, બિન ફાળવેલી જગ્યાએ જો કોઈ વ્યક્તિ કૂતરાઓને ખવડાવે છે અને તેને આમ કરતા કોઈ અટકાવે છે તો તેને બીએનએસ હેઠળ અવરોધ ગણી શકાય નહીં.૧૮ ડિસેમ્બરના કોર્ટના હુકમ મુજબ ફૂટપાથ, સોસાયટીના પ્રવેશ કે નિકાસ દ્વારા પાસે અને બાળકોના સ્કૂલ બસના પિક અપ પોઈન્ટ નજીક કૂતરાઓને ખાવાનું ખવડાવતા લોકોને રોકવામાં આવે છે તો તે સ્વેચ્છિક અવરોધ અથવા કોઈ ખોટી રીતે પ્રતિબંધ નહીં ગણવામાં આવે.
આરોપી મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે, ફરિયાદી તથા તેના મિત્રો દ્વારા કૂતરાઓને જે સ્થળે ખવડાવતા હતા તે ખાવાનું આપવાની નિયત જગ્યા નથી. આ મામલે બોમ્બે હાઈકોર્ટે રખડતાં કૂતરાઓના મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા પશુ જન્મ નિયંત્રણ નિયમ હેઠળ તેમના માટે નિયત ખોરાકના સ્થળનો ઉલ્લેખ કર્યાે હતો.
આ પ્રકારે ગમે ત્યાં કૂતરાઓને ખવડાવવી રહેલા લોકોને અટકાવવા તે ગુનાઈત ઈરદો નથી દર્શાવતો પરંતુ બાળકો તેમજ સોસાટીના રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હેતુ દર્શાવે છે. અગાઉ કૂતરાઓ દ્વારા કરડવા તથા હુમલાની ઘટના બની હોવાથી આરોપીએ અન્ય મહિલા અને તેમના મિત્રોને ખાવાનું નાંખતા રોક્યા તે કલ્પનાની કોઈપણ હદ સુધી ગેરકાયદે નથી તેમ હાઈકોર્ટે નોંધ્યું હતું.SS1MS
