પાક.ની નાદાર સરકારી એરલાઈન્સ પીઆઈએ રૂ.૪,૩૨૦ કરોડમાં વેચાઈ ગઈ
ઇસ્લામાબાદ, પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ કંપની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ)ની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. આ સરકારી એરલાઈન્સ પીઆઈએને આરિફ હબીબ ગ્›પે રૂ. ૪,૩૨૦ કરોડમાં ખરીદી લીધી છે. પાકિસ્તાન સરકારે એરલાઈન્સ કંપનીના વેચાણ માટે રૂ. ૩,૨૦૦ કરોડનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ તેના કરતાં રૂ. ૧,૩૨૦ કરોડ વધુ રકમ મળી છે.
આ સરકારી એરલાઈન્સ કંપની ખરીદવા માટે હબીબ ગ્›પ અને લકી સિમેન્ટ ગ્›પ વચ્ચે ઓપન બિડિંગ રાઉન્ડ યોજાયો હતો. લકી સિમેન્ટ ગ્›પે રૂ. ૪,૨૮૮ કરોડ સુધીની બોલી લગાવી હતી.આ હરાજીમાં એક ખાનગી એરલાઈન્સ કંપની એરબ્લૂ પણ સામેલ હતી.
ત્રણે ગ્›પોએ પ્રથમ રાઉન્ડ માટે બંધ કવરમાં પોતાની બોલી જમા કરાવી હતી. આરિફ હબીબ ગ્›પે રૂ. ૩,૬૮૦ કરોડ, લકી સિમેન્ટ ગ્›પે રૂ. ૩,૨૪૮ કરોડ અને એરબ્લૂએ ફક્ત રૂ. ૮૪૮ કરોડની બોલી જમા કરાવી હતી. ત્યારબાદ એરબ્લૂ હરાજીમાંથી બહાર થઈ ગઈ હતી.આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને પીઆઈએમાંથી ૭૫ ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યાે હતો. આ હરાજીનો કાર્યક્રમ સરકારી ટીવી ચેનલ પર જીવંત પ્રસારિત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને પોતાની સરકારી એરલાઈન્સ કંપની વેચવાનો નિર્ણય લેવાનું સૌથી મોટું કારણ આઈએમએફની નીતિ છે. પાકિસ્તાનને આઈએમએફ પાસેથી સાત અબજ ડોલરની લોન જોઈએ છે. તેના બદલામાં આઈએમએફ ઈચ્છે છે કે પાકિસ્તાનમાં નુકસાન કરી રહેલી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવે.SS1MS
