જૂનાગઢમાં રૂ.૩૦૫ કરોડના સાયબર ફ્રોડમાં ૧૯ સામે ગુનો દાખલ
જૂનાગઢ, જૂનાગઢ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના એક મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યાે છે. આશરે ૩૦૫ કરોડ રૂપિયાના આ રેકેટમાં ભાજપના પૂર્વ કોર્પાેરેટર અસલમ કુરેશીની સંડોવણી પણ બહાર આવી છે.
પોલીસે આ મામલે કુલ ૧૯ શખ્સો સામે ફરિયાદ નોંધી નવ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પૂર્વ કોર્પાેરેટર સહિત દસ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર છે. તપાસ દરમિયાન પોલીસને ૫૨ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં ૯.૪૩ કરોડ જમા કરાવીને સગેવગે કરાયા હતા.
આ એકાઉન્ટ્સ બાબતે નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ પર દેશભરમાંથી ૧૯૨ ફરિયાદો નોંધાયેલી છે. રેકેટનું કનેક્શન દુબઈ હોવાનું પણ ખુલ્યું છે.હાલ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા પૂર્વ કોર્પાેરેટર સહિતના અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS
