કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે
અમદાવાદ, અમદાવાદના કાંકરિયા લેકળન્ટ ખાતે આગામી ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્ય ‘કાંકરિયા કાર્નિવલ’ પૂર્વે એક મોટો વિવાદ સર્જાયો છે. છસ્ઝ્ર દ્વારા મુલાકાતીઓની સુરક્ષા અને સંભવિત દુર્ઘટનાઓને ધ્યાને રાખીને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અંદાજે ૫,૦૦૦ કરોડથી વધુનું સુરક્ષા કવચ લેવામાં આવ્યું છે.
આ વીમો આતંકવાદ, ભૂકંપ અને આગ જેવી આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે, જેના માટે તંત્રએ ૩ લાખ ૯૧ હજારનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે. જોકે, વીમા કંપનીના નિયમોને લઈને હવે કાયદાકીય ગૂંચ ઉભી થઈ છે, જેણે વિવાદને જન્મ આપ્યો છે.આ વિવાદનું મુખ્ય કારણ વીમા કંપનીની શરત છે, જે મુજબ કોઈ પણ અકસ્માત કે ઘટના સમયે વળતર મેળવવા માટે મુલાકાતી પાસે ‘કાયદેસરની ટિકિટ’ હોવી અનિવાર્ય છે.
બીજી તરફ, એએમસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્નિવલમાં લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આમ, જ્યારે તંત્ર કોઈ ટિકિટ જ ઈસ્યુ કરતું નથી, ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો મુલાકાતીઓ વળતરનો દાવો કેવી રીતે કરી શકશે? આ ટેકનિકલ ખામીને કારણે લાખોના પ્રીમિયમ ખર્ચીને લીધેલો વીમો ખરેખર નાગરિકોને કામ લાગશે કે કેમ તે બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
વિવાદનું વંટોળ ઘેરાતા ઊંઘતા એએમસીને પણ લાગ્યું કે વીમાના નિયમોમાં લોચાલાપસી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી છે કે આ શરત દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને કંપની સાથે ચર્ચા કરવામાં આવશે.
અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-૨૦૨૫ આગામી ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટતા સહેલાણીઓ માટે આ વર્ષે અનેક નવતર આકર્ષણો અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ માટે સૌપ્રથમવાર અદ્યતન ટૅન્કોલાજીનો ઉપયોગ કરવામાં આવશે. નવીનતમ આકર્ષણો અને રંગારંગ કાર્યક્રમો સાથે વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ખાસ દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) મુખ્ય આકર્ષણ બની રહેશે.
આ ઉપરાંત, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી કલાકારોના મ્યુઝિકલ પરફોર્મન્સ પણ યોજાશે. સવારે ૪ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી તમામ લોકોને ળી એન્ટ્રી મળશે.SS1MS
