એશિઝમાં ક્રિકેટર્સના શરાબ પીવાના વિવાદમાં ઈંગ્લેન્ડ બોર્ડ સફાળું જાગ્યુ
મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ક્રિકેટ સિરીઝ ગુમાવી ચૂકેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એક નવા વિવાદમાં ફસાઈ છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ (ઇસીબી)ના મેનેજિંગ ડિરેક્ટર રોબ કી ખેલાડીઓની ડ્રિન્કિંગ હેબિટ્સ એટલે કે શરાબ પીવાની આદતોની તપાસ કરશે કેમ કે તાજેતરમાં મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ બીચ રિસોર્ટ બ્રેક દરમિયાન વધુ પડતો દારૂ પીધો હોઈ શકે છે.
ઈંગ્લેન્ડ યજમાન ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની એશિઝ સિરીઝ ૦-૩થી હારી ગયું છે અને હવે તેમાં બે ટેસ્ટ બાકી રહી છે. ઓસ્ટ્રેલિયાએ મેદાન પર માત્ર ૧૧ દિવસની રમતમાં જ ઇંગ્લેન્ડને ૩-૦થી હરાવી દીધું છે.ઈંગ્લેન્ડની ટીમે બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે બ્રિસબેનની ઉત્તરે સનશાઈન કોચ પર આવેલા રિસોર્ટ ટાઉન નૂસાની મુલાકાત લીધી હતી, જે રિસોર્ટ લાંબા પ્રવાસ દરમિયાન ખેલાડીઓને આરામ કરવા માટે બુક કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન રોબ કી ખેલાડીઓ સાથે ન હતા અને તેમનું કહેવું છે કે, ખેલાડીઓના આપવામાં આવેલા બ્રેક સામે કોઈ વાંધો નથી, પરંતુ જો તેમણે વધારે પડતો શરાબ પીધો હશે તો તેની સામે તેમનો વાંધો છે.જો લોકો કહી રહ્યા છે કે અમારા ખેલાડીઓએ વધારે પડતો દારૂ પીધો હતો તો ચોક્કસપણે અમે તેની તપાસ કરીશું તેમ કહીને કીએ ઉમેર્યું હતું કે ઈન્ટરનેશનલ ક્રિકેટ ટીમ માટે વધારે પડતો શરાબ પીવો તે અપેક્ષિત વાત નથી અને તેથી ત્યાં શું બન્યું હતું તેની તપાસ ન કરવી તે એક ભૂલ હશે.
અમારી પાસે ખરેખર શું થયું તે શોધવા માટે પૂરતી રીતો છે.રોબ કીએ એમ પણ કહ્યું હતું કે તેમણે અગાઉ પણ એવા રિપોટ્ર્સની તપાસ કરી હતી કે એશિઝના થોડા સમય અગાઉ ન્યૂઝીલેન્ડમાં એક મેચની આગલી રાત્રે ખેલાડીઓને દારૂ પીતા જોવામાં આવ્યા હતા.
એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર વ્હાઈટ બોલના કેપ્ટન હેરી બ્›ક અને જેકબ બેથેલનો એક ટૂંકો વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જે પહેલી નવેમ્બરે ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ અગાઉ વેલિંગ્ટનમાં બહાર હતા ત્યારે લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.SS1MS
