Western Times News

Gujarati News

રણવીરસિંહે ધુરંધરની સફળતાથી ‘ડોન ૩’ છોડી કે પડતી મુકી દીધી

મુંબઈ, રણવીરસિંહની ધુરંધર છવાઈ ગઈ છે અને દર અઠવાડિયે કમાણીના નવા રેકોર્ડ તોડી રહી છે, રણવીર પણ હાલ તેની સફળતાની મજા લઈ રહ્યો છે. આદિત્ય ધરની આ ફિલ્મ ગુરુવાર સુધીમાં ભારતમાં ૬૦૦ કરોડનો આંકડો પાર કરી લેશે અને ચોથા અઠવાડિયાના અંત સુધીમાં ૭૦૦ કરોડનો આંકડો પાર કરી લેશે એવી ધારણા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ અટક્યા વિના એકધારી ગતિએ આગળ વધુ રહી છે.

ત્યારે હવે એવા અહેવાલો છે કે રણવીરસિંહે વર્ષાે સુધી તેના ફૅન્સ અને ફિલ્મની ટીમને ‘ડોન ૩’ બનાવવા માટે રાહ જોવડાવ્યા પછી હવે આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “ધુરંધરની મોટી સફળતા પછી રણવીરતેની ફિલ્મની પસંદગી બાબતે ઘણો સ્પષ્ટ છે.

રણવીરહવે સંજય લીલા ભણસાલી, લોકેશ કનગરાજ અને અટલી જેવા ડિરેક્ટર્સ સાથે કામ કરવા માગે છે. ખાસ તે ધુરંધર પછી તરત હવે કોઈ ગેંગ્સ્ટરનો રોલ કરવા માગતો નથી, ખાસ તો ધુરંધરની સફળતા પછી તે ફરી આવી જ બીજી ફિલ્મ કરવા માગતો નથી. તેથી તેણે હવે જય મહેતાને તેની ફિલ્મ ‘પ્રલય’ પ્રીપોન્ડ કરવા કહ્યું છે. રણવીર આ ફિલ્મનું કામ ઝડપથી શરૂ કરવા માગે છે અને આયોજન કરતાં વહેલાં ફિલ્મનું શૂટ શરૂ કરવા વિચારે છે.”

તાજેતરમાં જ એવા અહેવાલો હતા કે રણવીર સિંહે ‘ડોન ૩’ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓગસ્ટ ૨૦૨૩માં આ ફિલ્મની જાહેરાત થઈ હતી અને ટીઝરથી જાહેર કરાયું હતું કે રણવીર સિંહ નવો ડોન હશે. આ પહેલાં ‘ડોન ૨’માં શાહરુખે આ રોલ કર્યાે હતો.

શરૂઆતમાં તો આ ફિલ્મનું શૂટ જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ થવાનું હતું પરંતુ એ વખતે ફરહાન તેની અન્ય ફિલ્મમાં વ્યસ્ત હોવાથી ડોનનું શૂટ મોડું થયું. તેથી ડોન ૩ પડતી મુકાઈ હોવાની ચર્ચાઓ હતી. સુત્રએ એવી પણ માહિતી આપી હતી કે હવે ફિલ્મ ફરી પાટે ચડી છે અને રણવીરે તૈયારી પણ શરૂ કરી દીધી છે. સુત્રએ એવું પણ કહ્યું હતું કે, “રણવીર આ ફિલમમાં કેટલાક ભારે એક્શન સીન કરવાનો છે તેના માટે તેણે ગયા અઠવાડિયે જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.” એવા પણ અહેવાલ હતા કે જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્›આરીની શરૂઆતમાં શરૂ થશે.

ત્યાં સુધીની ચર્ચા હતી કે ફિલ્મનો કેટલોક ભાગ જેદ્દાહમાં શૂટ થશે. સાથે જ ક્રિતિ સેનન આ ફિલ્મમાં લીડ રોલ કરશે એવી પણ ચર્ચા હતી. સુત્રએ જણાવ્યું હતું કે, “રણવીરની ધુરંધર સફળ થઈ છે અને ક્રિતિ સેનનની તેરે ઇશ્ક મેં ને મોટી સફળતા મળી છે. તો આ જોડી માટે ડોન ૩ પરફેક્ટ ફિલ્મ હશે.” આ ફિલ્મમાં ક્રિતિ પણ પ્રિયંકા ચોપરાની જેમ એક્શન સીન કરતી જોના મળશે એની ચર્ચા પણ હતી.

સાથે જ આ ફિલ્મમાં રણવીર સામે વિક્રાંત મેસીએ વિલનનો રોલ છોડી દીધો હતો અને તેના બદલે તમિલ એક્ટર અર્જૂન દાસ આ રોલ કરશે એની પણ ચર્ચા હતી. પરંતુ હવે તો રણવીરે જ આ ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલો છે.

રણવીર પ્રલય પર કામ કરી રહ્યો છે, જે એક ઝોમ્બી ફિલ્મ છે અને ઝોમ્બીથી પોતાના પરિવારને બચાવવા માટે એક માણસ કઈ હદ સુધી જઈ શકે છે, તેની વાત કરતી ફિલ્મ છે. ત્યારે સુત્રએ જણાવ્યું કે હવે “જ્યારે રણવીર સિંહે ડોન ૩ સામે અન્ય ફિલ્મોને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યુ છે અને તે જય મહેતા સાથે તારીખો અને કાર્યક્રમ અંગે વ્યક્તિગત ધ્યાન આપીને ચર્ચાઓ કરી રહ્યો છે, જેથી ફિલ્મ વહેલી શરૂ કરી શકે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.