જેકલિન મુંબઇની સડકો પરનાં બાળકો માટે બની સાન્તા ક્લોઝ
મુંબઈ, જેકલિન ફર્નાન્ડિઝ જરૂરિયાતમંદ બાળકો માટે મુંબઇ સડકો પર સિક્રેટ સાંતા બનેલી જોવા મળી અને તેણે ખરા અર્થમાં ક્રિસમસની ઉજવણી કરી છે. જેકલિન આ પહેલાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી ચુકી છે.
આ વખતે તેણે પોતે મુંબઇની સડકો પર જરૂરિયાતમંદ બાળકોને ગિફ્ટ આપીને તેમની ક્રિસમસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધાં છે. જેકલિને આ ઉજવણીનો એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાે હતો અને તેના પર તેનાં ઘણાં વખાણ થયા હતા. આ વીડિયોમાં જેકલિન સાંતા ક્લોઝના અવતારમાં એક ટોપલું ભરીને બાળકોને ગિફ્ટ આપતી દેખાય છે.
આ વીડિયોમાં બાળકો ઘણા ખુશ અને ઉત્સાહમાં દેખાય છે, જેઓ મુક્ત હાસ્ય સાથે સહજ આનંદમાં જેકલિનને ફરી વળ્યાં છે. ત્યાર પછી જેકલિન આ બાળકો સાથે રમતી અને મસ્તી કરતી અને પછી તેમને એક લાઇનમાં બેસાડીને ખુશીથી ગિફ્ટ હેમ્પર્સ આપતી દેખાય છે.
આ વીડિયોમાં જેકલિને કૅપ્શનમાં લખ્યું છે, “બધાને મેરી ક્રિસમસ? આ બાળકો સાથે ક્રિસમની ખુશીઓ વહેંચવા માટે ખુબ આભાર જેકલિન ફર્નાન્ડિઝ??” આ વીડિયોમાં ક્રિસમસની ઉજવણી સાથે દયા, કરુણા અને તહેવારોમાં જરૂરિયાતમંદને કશુંક પાછું આપવાનો સંદેશ પણ રહેલો છે.
આ પહેલાં પણ જેકલિને ગરીબ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ, દાનનું કામ કર્યું છે, ઓનલાઇન આ પ્રવૃત્તિઓ તેના ઘણા ફૅન્સને પણ ઘણી પસંદ પડી છે. જેકલિનના આ પોસ્ટ પર લોકોએ તેને શુદ્ધ, પ્રેરણાદાયી અને ખરા અર્થમાં નાતાલની ઉજવણી માટે વખાણી હતી.SS1MS
