Western Times News

Gujarati News

હની પટેલ AAPમાં હતા નહિ, તો પાર્ટી છોડવાની વાત ક્યાં આવીઃ સુરત AAP પ્રમુખ

સુરત,  સુરતની ગ્લેમરસ ઈન્ફ્લુએન્સર હની પટેલ AAPમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. પરંતું આપમાં જોડાયાના એક મહિના બાદ જ હની પટેલે આમ આદમી પાર્ટીને અલવિદા કર્યું છે. મોડલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આપ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.

સુરતના ગ્લેમરસ મોડલ હની પટેલ ગત મહિને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેના બાદથી તે વિવાદમાં આવી હતી. હની પટેલ જોડાયા બાદ તરત જ ગાંજા અને બિયરના વીડિયોથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો હતો. બિયરનો ગ્લાસ ભરતો અને ઈ-સિગારેટ પીતો હની પટેલનો એક વીડિયો વાઈરલ થયો હતો.

હું હની મહેન્દ્રભાઈ રહે.સુરત થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીની સદસ્ય બનેલ હતી. અને મેં આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા તરીકે સુરતથી આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. અને હું આમ આદમી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા માંગતી હતી. પંરતું મારે મારા પર્સનલ કારણો તેમજ ફેમિલીની જવાબદારી મારા પર હોઈ માટે હું આમ આદમી પાર્ટીમાં સમય આપીને કામ કરી શકુ તેમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Mn Patel (@nayan.vision)

માટે હું મહિલા કાર્યકર્તા તરીકે આમ આદમી પાર્ટમાંથી મારુ રાજીનામું આપું છું. જે લોકોએ મને આમ આદમી પાર્ટીમાં આવકારી મને માન-સન્માન આપ્યું અને મને સાથ-સહયોગ આપ્યો એવા તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓો હુ તહે દિલથી આભાર માનું છું.

હની પટેલ અંગે સુરતમાં આપના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આ વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, હની પટેલ આપમાં હતા જ નહિ, તો પાર્ટી છોડવાની વાત ક્્યાં આવી. હની પટેલ ફેમસ થવા માટે આવું કરે છે. તેઓ ક્્યારેય આપમાં જોડાયા નથી. હવે જો હની પટેલ આપમાં છે જ નહિ તો રાજીનામાનો સવાલ ક્્યાંથી આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.