Western Times News

Gujarati News

AMAનો ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ કોર્સ લોન્ચ કરાયો

ગુજરાતી ફિલ્મ લાલો — કૃષ્ણ સદા સહાયતેના કલાકારો અને સર્જકો દ્રારા એએમએનો એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કોર્સ લોન્ચ કરાયો; અને   ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના બદલાતા પ્રવાહો:  ફિલ્મ લાલો — કૃષ્ણ સદા સહાયતેની સફળતાની ગાથા” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ‘રૂપા અને આનંદ પંડિત – એએમએ સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ’ હેઠળ ગુજરાતી ફિલ્મ ‘લાલો — કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો અને સર્જકો દ્રારા એએમએનો ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો હતો અને “ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના બદલાતા પ્રવાહો: ફિલ્મ ‘લાલો — કૃષ્ણ સદા સહાયતે’ની સફળતાની ગાથા” વિષય પર એએમએ ખાતે એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પેનલ ડિસ્કશનમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને સર્જકો શ્રી અંકિત સાખિયા (દિગ્દર્શક), શ્રી અજય પડરિયા (નિર્માતા), શ્રી શ્રુહદ ગોસ્વામી (અભિનેતા – પાત્ર: કૃષ્ણ), શ્રી કરણ જોશી (અભિનેતા – પાત્ર: લાલજી) અને શ્રી રીવા રાછ (અભિનેત્રી – પાત્ર: તુલસી) જોડાયા હતાં.

આ ઉપરાંત, આર વર્લ્ડ મલ્ટિપ્લેક્સના ચેરમેન અને ૧૯૯૪માં રાજશ્રી સિનેમા લોન્ચ કરનાર શ્રી અજયસિંહ ચુડાસમાએ ફિલ્મ ઉદ્યોગના વ્યાપક પરિપ્રેક્ષ્ય વિશે જણાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એએમએના પૂર્વ પ્રમુખ ડો. સાવન ગોડિયાવાલા દ્રારા કરવામાં આવ્યું હતું.

એએમએ દ્રારા કારકિર્દી ઘડતર અને સ્કીલ ડેવલપમેન્ટ માટે ફિલ્મ નિષ્ણાતો દ્રારા સમકાલીન પ્રેક્ટીસ આધારિત તૈયાર કરાયેલ ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ કોર્સ’ સર્જનાત્મક દ્રષ્ટિકોણ અને સિનેમાના વ્યવસાય વચ્ચેના અંતરને ઘટાડવા માટે તૈયાર કરવામાં આવેલ છે અને આ કોર્સ પ્રોડક્શન વર્કફ્લો અને મેનેજમેન્ટમાં વ્યવહારુ તાલીમ આપે છે. છ મહિનાનો આ કોર્સ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬થી શરૂ થશે.

વર્ગો એએમએ કેમ્પસમાં અઠવાડિયામાં બે વાર, શુક્રવાર અને શનિવારે સાંજે ૬:૩૦થી ૮:૩૦ દરમિયાન લેવામાં આવશે. અભ્યાસક્રમમાં વર્તમાન બજારના પ્રવાહો સાથે ઉદ્યોગના નિષ્ણાતોના અનુભવને સાંકળીને પ્રાયોગિક અભિગમ પર ભાર મૂકવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.