Western Times News

Gujarati News

અરૂણાચલને ભારતનો ભાગ દર્શાવવા બદલ યુટ્યુબર સાથે ચીનની ગેરવર્તણૂક

નવી દિલ્હી, એક ઈન્ડિયન બ્લોગરે તાજેતરમાં દાવો કર્યાે છે કે તેને અરૂણાચલપ્રદેશને ભારતનો ભાગ દર્શાવવા બદલ ચીનમાં લગભગ ૧૫ કલાક સુધી અટકાયતમાં રાખ્યો છે.

ઓન રોડ ઈન્ડિયન – નામની ચેનલથી વીડિયો શેર કરનાર બ્લોગરે દાવો કર્યાે કે ચીનમાં ઈમિગ્રેશન સેન્ટર પર તેની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી અને હતાશ થઈને રડવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ રહ્યો નહીં. ટ્રાવેલ બ્લોગરે એક વીડિયો જાહેર કરીને પોતાની આપવિતી વર્ણવી હતી.

કથિત રીતે આ ઘટના ૧૬મી નવેમ્બરની છે. વીડિયોમાં તેણે જણાવ્યું કે એક નાના નિવેદનને કારણે કલાકો સાથે તેની પૂછપરછ કરવામાં આવી.પહેલા તો અધિકારીઓ દ્વારા રુટિન પ્રશ્નો પૂછવામાં આવ્યા અને આરંભમાં સામાન્ય લાગી રહ્યું હતું, પરંતુ અચાનક ચીનના અધિકારીઓ ડિટેન્શન સેન્ટરમાં લઈ ગયા. આ વ્યક્તિએ જણાવ્યું કે ડિટેન્શન પોઈન્ટ પર જ્યારે બે કલાક પછી કોઈ અધિકારી આવ્યા નહીં તો એ પરેશાન થઈ ગયો કે કશુંક તો ગરબડ છે.

ત્યાર પછી કેટલાક ચીનના અધિકારીઓ તેને એક રુમમાં લઈ ગયા, જ્યાં ફોન કેમેરા બધુંય લઈ લીધું અને ખાવાનું પણ આપ્યું નહીં. તેમજ ભારતીય દૂતાવાસમાં પણ ફોન કરવા દીધો નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.