Western Times News

Gujarati News

થોડો દારૂ પીવાથી પણ મોંઢાનું કેન્સર થવાનું જોખમ ૫૦ ટકા વધી જાય છેઃ રિસર્ચ

File

નવી દિલ્હી, દરરોજ માત્ર નવ ગ્રામ જેટલો શરાબ પીવાથી પણ મોઢાનું કેન્સર થવાની શક્યતા લગભગ ૫૦ ટકા વધી શકે છે તેમ તાજેતરમાં હાથ ધરાયેલાં એક અભ્યાસમાં જણાવાયું છે.

અભ્યાસમાં વધુમાં જણાવ્યાં અનુસાર સ્થાનિક રીતે બનાવેલા શરાબના સેવનથી આ જોખમ નોંધપાત્ર રીતે વધી ૮૭ ટકા સુધી પહોંચી જાય છે.નવી મુંબઈ સ્થિત સેન્ટર ફોર કેન્સર એપિડેમિયોલોજી સહિત ભારતની વિવિધ સંસ્થાઓ અને ફ્રાન્સની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ આૅન કેન્સરના સંશોધકોએ ૨૦૧૦થી ૨૦૨૧ દરમિયાન પાંચ અભ્યાસ કેન્દ્રોમાંથી ૧,૮૦૩ મોઢાના અંદરના ભાગ (બક્કલ મ્યુકોઝા)ના કેન્સરના દર્દીઓ અને ૧,૯૦૩ સ્વસ્થ વ્યક્તિઓનું વિશ્લેષણ કર્યું. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે મોઢાંના કેન્સરના ૬૨ ટકા કેસ દારૂ પીવાની અને તમાકુ ચાવવાની આદત સાથે સંકળાયેલા હતા.

બ્રિટિશ મેડિકલ જર્નલ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, ભારતમાં શરાબ સાથે સંકળાયેલા મોઢાંના કેન્સરની સંખ્યા અંદાજે ૧૧.૩ ટકા છે.અભ્યાસના લેખકના જણાવ્યાં અનુસાર, “દરરોજ નવ ગ્રામ દારૂ પીવાથી બક્કલ મ્યુકોઝા કેન્સરનું જોખમ આશરે ૫૦ ટકા વધે છે અને ૬૨ ટકા કેસો દારૂ પીવા અને તમાકુ ખાવાને કારણે થાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, દારૂ પીતા લોકોને મોઢાના કેન્સરનો જોખમ ૬૮ ટકા વધારે જોવા મળ્યો.

આંતરરાષ્ટ્રીય રીતે ઓળખાતા દારૂના સેવનથી આ જોખમ ૭૨ ટકા સુધી પહોંચે છે, જ્યારે સ્થાનિક રીતે બનાવેલા દારૂ પીતા લોકોમાં આ જોખમ ૮૭ ટકા સુધી વધી જાય છે.

આધુનિક રીતે બનાવેલા દારૂમાં મિથેનોલ અને એસિટાલ્ડિહાઇડ જેવા ઝેરી પદાર્થાેની સંભવિત ભેળસેળ આ વધેલા જોખમનું કારણ હોઈ શકે છે, કારણ કે આવા દારૂનું ઉત્પાદન મોટા ભાગે નિયમન વગર થાય છે, એવું સંશોધકોએ સૂચવ્યું હતું. સંશોધકોનું કહેવું છે કે ભારતમાં ધુમ્રપાન વિનાના તમાકુનો ઉપયોગ ખૂબ જ વ્યાપક છે અને તે ઘણીવાર દારૂના સેવન સાથે જોડાયેલો હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.