મોરબી રોડ પર પૂરપાટ દોડતી કારે મહિલાને કચડતાં મોત
રાજકોટ, રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં મોરબી રોડ પર શાળા નં.૭૧ થી આગળ બેડી ચોકડી તરફ જતાં રોડ પર અજાણ્યા પીકઅપ વાનના ચાલકે અડફેટે લેતા ખેતુબેન બાબુભાઈ જામ (ઉ.વ.૬૫)નું મૃત્યુ નિપજયું હતું.મોરબી રોડ પર વેલનાથપરામાં શેરી નં.૧૩/૧૮ના ખુણે રહેતાં ખેતુબેન જામ ગઈકાલે ઘરેથી ચાલીને સામેની તરફ કુદરતી હાજતે જવા નિકળ્યા હતા ત્યારે શાળા નં.૭૧ થી આગળ બેડી ચોકડી તરફ જતા રોડ ઉપર પુરપાટ વેગે ધસી આવેલો અજાણ્યો બોલેરો પીકઅપ વાનનો ચાલક તેમને અડફેટે લઈ ભાગી ગયો હતો.
આ અકસ્માતમાં ખેતુબેનને ગંભીર ઈજા થતાં સિવિલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. મૃતકને સંતાનમાં ચાર પુત્રી અને ત્રણ પુત્ર છે. બી-ડીવીઝન પોલીસે મૃતકના પુત્ર અકબરભાઈની ફરિયાદ પરથી અજાણ્યો બોલેરો પીકઅપ વાનના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.SS1MS
