Western Times News

Gujarati News

હોરર ક્લાસિક ‘વીરાના’, અને ‘પુરાના મંદિર’ પરથી સોહમ શાહ ફિલ્મ બનાવશે

મુંબઈ, એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહની ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘તુંબાડ’ને ૨૦૨૪માં ફરી રિલીઝ કરવામાં આવી હતી અને તે સાથે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. તુંબાડની રીરિલીઝને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ સફળતાએ સોહમને તેમની ટીમનો ફિલ્મની ગુણવત્તામાં વિશ્વાસ વધુ મજબુત કર્યાે હતો. તેની સફળતા પછી સોહમ શાહ અને ટીમે તુંબાડ ૨ની પણ જાહેરાત કરી દીધી હતી. ત્યારે હવે સોહમ શાહે હોરર ફિલ્મના શોખીનો માટે વધુ એક રસપ્રદ અપડેટ આપી છે. તેમણે ૮૦ અને ૯૦ના દસકાના હોરર ફિલ્મોના જાણીતા ફિલ્મ મેકર્સ રામસે બ્રધર્સની કેટલીક જાણીતી ફિલ્મના અધિકાર મેળવી લીધાં છે.

આ અંગે સોહમ શાહે જાહેર કર્યું છે કે, “મેં તેમની ફિલ્મ વીરાના, પુરાની હવેલી અને પુરાના મંદીરના અધિકારો મેળવ્યા છે. તો હું આ ફિલ્મો બનાવીશ. મને હંમેશા થાય છે કે આપણે આ જોનરમાં ઘણું સારું કરી શકીએ છીએ. એક બિઝનેસ તરીકે આ સારો વિકલ્પ છે. આજકાલ ઘણી હોરર કોમેડી ફિલ્મ બની રહી છે.

પરંતુ તમે એક લેખક તરીકે સંપુર્ણ હોરર ફિલ્મમાં ઇચ્છો એવું કામ કરી શકો છો. લોકોને પ્રેડિક્ટિબલ ફિલ્મ જોવી ગમતી નથી તેથી તમે હોરર ફિલ્મમાં તમે ઘણું કામ કરી શકો છો. એવો એક મોટો વર્ગ છે, જેને સંપુર્ણ હોરર ફિલ્મ જોવામાં રસ છે. તેથી તેને બિઝનેસ તરીકે જોવા માટે આ યોગ્ય સમય છે.”

હાલ એક જોનરની ફિલ્મોના યુનિવર્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે પોતાની હોરર ફિલ્મોના યુનિવર્સ વિશે સોહમ શાહે જણાવ્યું, “એ તો, વિચારવું પડશે કે બધું કઈ રીતે આગળ વધે છે, પરંતુ માત્ર તુંબાડનું જ એક અલગ યુનિવર્સ છે. અમે ૨૦૧૭માં જ્યારે આ ફિલ્મ બનાવી ત્યારે પણ અમારો એ જ વિચાર હતો.

એની પ્રિક્વલ અને સિક્વલ બંને બની શકે તેમ છે, દરેક પાત્રની બેકસ્ટોરી આગળ વધારી શકાય તેમ છે. તેથી અમે આગળ વિચારીશું કે આ યુનિવર્સ કે અલગ ફિલ્મ કઈ રીતે આગળ વધી શકે છે.” હાલ સોહમ તુંબાડ ૨ પર કામ કરે છે અને ૨૦૨૫માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ક્રેઝેક્સીના આગળના ભાગ પર પણ કામ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.