Western Times News

Gujarati News

ભારત-અમેરિકા વેપારમાં ભારતનો દબદબોઃ આયાત ઘટાડી મેક ઈન ઈન્ડિયાને મહત્વ

2025માં અમેરિકાની વેપાર ખાધ વધીને $47.1 બિલિયન થઈ: અમેરિકાએ ભારતમાંથી $80.8 બિલિયન મુલ્યના સામાનની  આયાત કરી

ભારતે અમેરિકાથી આવતાં માલની આયાત છેલ્લા ત્રણ વર્ષથી મેકઈન ઈન્ડિયાને પ્રાધાન્ય આપી ઘટાડી રહ્યું છે

નવી દિલ્હી,  વર્ષ 2025માં ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં અસંતુલન વધુ ઘેરું બન્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેન્સસ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, અમેરિકાએ ભારત સાથેના માલસામાનના વેપારમાં 47.1 બિલિયન અમેરિકી ડોલરની ખાધ નોંધાવી છે. આ આંકડા દર્શાવે છે કે અમેરિકા ભારતમાંથી જેટલી નિકાસ કરે છે તેના કરતા આયાતનું પ્રમાણ બમણાથી પણ વધુ છે.

આયાત-નિકાસના આંકડા:

  • ભારતની અમેરિકામાં નિકાસ: $80.8 બિલિયન (અમેરિકાની ભારતમાંથી આયાત)

  • અમેરિકાની ભારતમાં નિકાસ: $33.7 બિલિયન

  • કુલ તફાવત (ખાધ): $47.1 બિલિયન

વર્ષ દરમિયાનની સ્થિતિ: અહેવાલ મુજબ, આ વેપાર ખાધ વર્ષ 2025ના દરેક મહિનામાં જોવા મળી હતી, જે દર્શાવે છે કે આ તફાવત માત્ર કામચલાઉ નથી પણ માળખાગત છે. માર્ચ મહિનામાં ભારતમાંથી આયાત ઉછળીને $11.19 બિલિયન પર પહોંચી હતી, જે આ વર્ષની સૌથી વધુ માસિક વેપાર ખાધ ($7.42 બિલિયન) માં પરિણમી હતી. સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાની નિકાસ મજબૂત રહેતા ખાધ ઘટીને $3.05 બિલિયન થઈ હતી, જે વર્ષનો સૌથી ઓછો તફાવત હતો.

ભારતની મજબૂત પકડના કારણો: ભારતની વધતી જતી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધતા ફાળાને કારણે અમેરિકામાં ભારતીય માલની માંગ સતત વધી રહી છે. અમેરિકા ભારતમાંથી મુખ્યત્વે નીચેની વસ્તુઓની આયાત કરે છે:

  • ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ)

  • ઇલેક્ટ્રોનિક્સ અને મશીનરી

  • ટેક્સટાઈલ (કાપડ)

  • કેમિકલ્સ અને પ્રોસેસ્ડ ગૂડ્સ

પડકારો અને વિશ્લેષણ: અમેરિકા માટે નિકાસ વધારવામાં ધીમી ઔદ્યોગિક માંગ અને ચલણના મૂલ્યમાં ફેરફાર જેવા પડકારો નડ્યા છે. ગ્લોબલ ટેરિફ (જકાત) અને બદલાતી જીઓપોલિટિકલ સ્થિતિ વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો વિસ્તરી રહ્યા છે, પરંતુ હાલની સ્થિતિમાં પલ્લું ભારત તરફ નમેલું રહ્યું છે.

ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર (2021 – 2025)

(આંકડા અબજ યુએસ ડોલરમાં – USD Billion)

વર્ષ ભારતની અમેરિકામાં નિકાસ (Imports to US) અમેરિકાની ભારતમાં નિકાસ (Exports from US) કુલ વેપાર ખાધ (Trade Deficit for US)
2021 $73.3 $40.1 $33.2
2022 $85.5 $47.2 $38.3
2023 $82.6 $40.2 $42.4
2024 $78.0* $35.0* $43.0*
2025 $80.8 $33.7 $47.1

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.