વેસ્ટર્ન ટાઈમ્સના સંશોધનાત્મક ચૂંટણી અહેવાલને સમર્થન કરતો વકીલ મતદારોનો ચૂકાદો ?!
ન્યાયતંત્રમાં વિદ્વાન, કાબેલ અને ન્યાયધર્મની સ્વતંત્રતા માટે કામ કરનારા ન્યાયાધીશો નહીં રહે તો પછી લોકોનો વિશ્વાસ પણ ન્યાયતંત્ર પરથી ઉઠી જશે ! પછી લોકો જ કોર્ટમાં નહીં આવે તો ન્યાયાધીશો અને વકીલો શું કરશે ?!
ગુજરાત હાઈકોર્ટના ગૌરવવંતા ઈતિહાસને ઉજાગર કરવા અને ગુજરાત હાઈકોર્ટ બારની પ્રતિભા ઉજાગર કરવા માટે લડાયેલા રસપ્રદ ચૂંટણી જંગમાં આવેલા અપેક્ષિત ચૂંટણી પરિણામ બારની એકતા મજબુત કરશે ?!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટની છે ! વર્ષ ૧૯૬૦ થી ગુજરાત હાઈકોર્ટ કાર્યરત થઈ ત્યારથી ગુજરાત હાઈકોર્ટનો ગૌરવવંતો ઈતિહાસ ન્યાયાધીશોએ અનેક ચૂકાદાઓ આપી લખ્યો છે ! બંધારણીય મૂલ્યો અને માનવ અધિકારનું રક્ષણ કરીને લખ્યો છે !
બંધારણનીકલમ-૨૨૬ હેઠળ મળેલી સત્તાની રૂઈએ અધિકારના અમલ માટે હેબિયર્સ કોપર્સ, રીટ ઓફ મેન્ડેમસ, રીટ ઓફ પ્રોહીબીશન, રીટ ઓફ કો-વોરન્ટો અને રીટ ઓફ સર્શિઓરરિ ઉપર અનેક ચૂકાદાઓ નિર્ભય રીતે, નિષ્પક્ષ રીતે અને નિષ્ઠાપૂર્વક આપ્યા છે! સરકાર અને રાજકારણથી ઉપર ઉઠીને અનેક આદેશો હાઈકોર્ટના ઐતિહાસિક ચૂકાદાઓમાં જોવા મળે છે !
સાથે ન્યાયાધીશો નિડરતાપૂર્વક અને નિષ્પક્ષ રીતે પોતાની ભૂમિકા અદા કરી શકે અથવા કરે એ માટે ગુજરાત હાઈકોર્ટ બારના પ્રમુખોએ પણ ગુજરાત હાઈકોર્ટની ગરિમાને આગળ ધપાવી છે ! રાજકીય કારણોસર ન્યાયાધીશોની બદલીઓ થતાં હાઈકોર્ટ બારે ભૂતકાળમાં લડત આપી અટકાવી છે ! ગુજરાત હાઈકોર્ટ બારના વર્ષાે અગાઉ શ્રી સી. ટી. દરૂ સાહેબ બારના પ્રમુખ હતાં !
ત્યારે અને તે પહેલા આને પછી ગુજરાત હાઈકોર્ટ બારને મજબુત પ્રમુખ મળ્યા હતાં અને હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પણ વકીલોની સમસ્યાઓનો ઉકેલ લાવતા હતાં ! ગુજરાત બાર કાઉન્સિલની પણ ગરિમા હતી ! રાજકીય ગ્રહણથી મુકત હતી ! હાઈકોર્ટ બાર અને ગુજરાત બાર કાઉÂન્સલ સરકારની સામે સંયુકત અવાજ ઉઠાવી સરકારને ઝુકાવતી હતી ! આ ઈતિહાસ હવે સમજદાર વકીલોએ ફરી લાવવાની જરૂર છે !
ન્યાયતંત્રમાં વિદ્વાન, કાબેલ અને ન્યાયધર્મની સ્વતંત્રતા માટે કામ કરનારા ન્યાયાધીશો નહીં રહે તો પછી લોકોનો વિશ્વાસ પણ ન્યાયતંત્ર પરથી ઉઠી જશે ! પછી લોકો જ કોર્ટમાં નહીં આવે તો ન્યાયાધીશો અને વકીલો શું કરશે ?! આ આજથી જ ગુજરાત હાઈકોર્ટ બારે વિચારે ! અને ન્યાયતંત્રની અને વકીલાતની વ્યવસાયિક ગરિમા માટે કર્મશીલ બને ?! ગુજરાત બાર કાઉÂન્સલની ચૂંટણી પણ આવી રહી છે ને ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
પ્રમુખ પદ ઉપર યતીનભાઈ ઓઝાની કર્મિનષ્ઠાનું સમર્થન કરતું ચૂંટણી પરિણામે વકીલોમાં ઉત્સાહનો સંચાર કર્યાે ?!
ગુજરાત હાઈકોર્ટ બારના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણીતા એડવોકેટ ભુનેશભાઈ ડી. રૂપેરાએ તથા અમદાવાદ ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ બી. એમ. ગુપ્તાએ તથા ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા ચંદ્રશેખરભાઈ બી. ગુપ્તાએ પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે !
અમેરિકન વૈજ્ઞાનિક જહોન વ્હીલર કહે છે કે, “વિચારભેદ શિક્ષણ તરફ વાળે છે, શિક્ષણ સમજ તરફી, સમજ વિવેક તરફ અને વિવેક “પ્રેમ” તરફ વાળે છે”! જયારે બ્રિટીસ વૈજ્ઞાનિક પોલ ડીરાક કહે છે કે, “શ્રી પરમેશ્વરે બહું ઉચ્ચકોટિનો ગણિત શાસ્ત્રી છે, તેણે બહું અઘરા દાખલાઓ ગણીને આ જગતનું સર્જન કર્યુંર્ છે”!
ગુજરાત હાઈકોર્ટ બાર એસોસીએશન એ વૈજ્ઞાનિક રીતે અત્યંત સંવેદનશીલ, જાગૃત અને બંધારણીય મૂલ્યો માટે અવાજ ઉઠાવવાનું પ્રતિષ્ઠિત બારછે ! ગુજરાત હાઈકોર્ટ બારમાં સીનીયર વકીલો પણ નોંધનીય સંખ્યામાં છે ! અહીં ડીનર ડીપ્લામસી કે અન્ય ચર્ચાસ્પદ હરકતો લગભગ થતી જ નથી! હાઈકોર્ટ બારમાં અનુભવી, સક્ષમ અને કર્મશીલ પ્રમુખની જરૂર હતી જે સમગ્ર બારના પ્રશ્નો સમજે, વિચારે અને બાર અને બેન્ચે વચ્ચે સમતુલા જાળવી હિંમતથી પ્રશ્નો ઉકેલે !
તેવા સમય અને સંજોગોમાં સાથે વિવેકપૂર્ણ રીતે વકીલ મતદારએ મતદાન કર્યુ ! અનેક વકીલ ઉમેદવારો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજાઈ જેમાં રસાકસીભર્યા ચૂંટણી જંગમાં વેસ્ટર્ન ટાઈમ્સના સંશોધનાત્મક અખબારી અહેવાલને સંપૂર્ણ સમર્થન મળતું ચૂંટણી પરિણામ જાહેર થયું છે ! જુનીયર્સ વકીલોએ પણ સમજદારી પૂર્વક મતદાન કર્યુ હોવાના નિર્દાેશો મળે છે ?!
ગુજરાત હાઈકોર્ટ બારમાં પ્રમુખ પદ ઉપર પંચકોણીય ચૂંટણી જંગમાં પ્રમુખ પદ ઉપર અનુભવી અને કર્મશીલ શ્રી યતીનભાઈ ઓઝાને વકીલ મતદારોએ પસંદ કરતા તેમના ગળામાં વિજયની વરમાળા પડી ?!
બ્રિટીશ મહાન વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસેલે કહ્યું છે કે, “આ જગતમાં સૌથી મજબુત વ્યક્તિ એ છે કે, જે મૂલ્યો માટે એકલો ઉભો રહી શકે”! ગુજરાત હાઈકોર્ટ બારમાં સંવેદનશીલ, અનુભવી અને સક્ષમ પ્રમુખ તરીકે વકીલ મતદારોએ શ્રી યતીનભાઈ ઓઝાને ૯૪૪ મત મળતા વિજય થયો છે ! તેઓ સીનીયર અને જુનીયર્સ વકીલોએ બારના પ્રશ્નો જોતાં વિવેકશીલ અને નિડર પ્રતિભા ધરાવતા શ્રી યતીનભાઈ ઓઝાની પસંદગી કરી છે !
વકીલોને ઈ-ફાઈલીંગમાં મુશ્કેલીઓ છે ! નાનકડી શરતચૂકમાં ફરી મેટર સુધારી ફાઈલ કરાવાય છે ! અસીલોને તેનાથી નારાજગી થાય છે ! નાનકડી શરતચૂકમાં હાઈકોર્ટે ઉદારતા દાખવવી જોઈએ એવી વકીલોની માંગ છે ! વકીલો માટે નવી ચેમ્બરની જરૂરિયાત પૂર્ણ કરવા અને બાર અને બેન્ચના પ્રશ્નો ઉકેલવાની પણ શ્રી યતીનભાઈ ઓઝાએ ખાતરી આપી છે ! તેમની પ્રમુખ પદ પરની જીત ઐતિહાસિક છે !
૧૮ મી વખત પ્રમુખ બન્યા છે ! પડકારો અનેક છે પણ વકીલ મતદારો હાઈકોર્ટ બારના સંનિષ્ઠ નિર્ણયોમાં બારના પ્રમુખ સાથે છેક સુધી ઉભા રહેવું પડશે ! કારણકે પડકારો મોટા છે ! સમગ્ર બારમાં એક શ્રેષ્ઠ ટીમ આવી છે તેમણે પણ પ્રમુખના ટેકામાં મજબુતીથી સાથ આપવો પડશે આ સમયની માંગ છે !
ઉપપ્રમુખ પદ ઉપર શ્રી પૃથ્વીસિંહ જાડેજા એ પાયાના વકીલ કાર્યકર, કર્મશીલ અને વિવેકશીલ પ્રતિભાને વકીલ મતદારોએ ફરી પસંદગી ઉતારતા ઉપપ્રમુખ પદ ઉપર વિજયની વેતરણી પાર કરી છે !
અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીન કહે છે કે, “કાં તો કંઈક વાંચવા લાયક લખો, કાં તો કંઈક લખવા લાયક કરો”! ગુજરાત હાઈકોર્ટ બારમાં નેતૃત્વની શરૂઆત કારોબારી પદ પરથી કરનાર શ્રી પૃથ્વીસિંહ જાડેજા પોતાના દરેક હોદ્દા ઉપરથી કર્મશીલ રહ્યા છે ! તેના પરિણામ રૂપે હાઈકોર્ટના વકીલ મતદારોએ ઉપપ્રમુખ પદ ઉપર તેમને ચૂંટી કાઢી હાઈકોર્ટ બારની સેવા કરવાની ફરી તક આપી છે ! શ્રી પૃથ્વીસિંહ જાડેજા જુનીયર્સ વકીલોના વાચસ્પતિ રહ્યા છે !
અને બારના આજે અનેક પડકારો છે ! બાર અને બેન્ચ વચ્ચેના પ્રશ્નો છે તેમાં એક સારી રણનિતિ બનાવીને રજૂઆત કરવાની ક્ષમતા તેમનામાં છે ! એ જોતાં તેઓ સારૂ ટીમ વર્ક કરશે એવી વકીલ મતદારોને આશા અને શ્રધ્ધા છે !
સેક્રેટરી પદ ઉપર પરિવર્તનનો પવન ફુંકાયો હતો અને હાઈકોર્ટ બારમાં પ્રમુખને મજબુત સાથ આપે તેવા સેક્રેટરીની જરૂર હતી ! બારના વહીવટમાં સુધારાની જરૂર હતી ! એવું માનીને વકીલ મતદારોએ સેક્રેટરી પદ ઉપર શ્રી ભાવિકભાઈ પંડયાને તક આપી છે અને તે વિજયી બન્યા છે !
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને સરસ કહ્યું છે કે, “સરકાર પ્રમાણિક હોવાની કળા શિખી જાય તો એને બીજી કોઈ કળા શિખવાની જરૂર નથી”! ગુજરાત હાઈકોર્ટ બારના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં સેક્રેટરી પદ ઉપર પંચકોણીય ચૂંટણી જંગ જામ્યો હતો ! શ્રી ભાવિકભાઈ પંડયાએ સેક્રેટરી પદ ઉપર ચૂંટણી લડતા સૈધ્ધાંતિક મુદ્દા ઉભા કરી પ્રચાર કર્યાે હતો ! અને પોતે શા માટે ચૂંટણી લડી રહ્યા છે ?!
તેની પ્રમાણિક રજૂઆત કરતા હાઈકોર્ટ બારના વકીલોએ તેમની પ્રથમ પસંદગી કરતા તેઓ સેક્રેટરી પદ ઉપર ચૂંટાઈ આવ્યા છે ! શ્રી ભાવિકભાઈ પંડયાએ હવે સક્રીયતા સાથે પ્રમુખની ઢાળ અને ટેકેદાર બનશે તો હાઈકોર્ટ બારની ટીમ વકીલોની સમસ્યાઓ ઉકેલવામાં સફળ થશે ! બાર એસોસીએશનની એકતા અને નિડરતા એ આજના સમયની માંગ છે !
જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર શ્રી દર્શનભાઈ દવે અષ્ઠકોણીય જંગમાં ચૂંટાઈ આવ્યા છે ! હાઈકોર્ટ બારમાં વકીલ એકતા અને સક્રીયતા એ પ્રશ્નોના ઉકેલ છે ! અમેરિકન ઉદ્યોગપતિ એન્ડ્રયુ કાનેર્ગી કહે છે કે, “સફળ લોકો એવા લોકો છે જેમણે એક માર્ગ પકડી લીધો હતો અને તેને વળગી રહ્યા હતાં”!! ગુજરાત હાઈકોર્ટ બારમાં જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર ૮ ઉમેદવરો મેદાનમાં હતાં ! જેમાં જોઈન્ટ સેક્રેટરી પદ ઉપર શ્રી દર્શનભાઈ દવે મેદાન મારી ગયા છે !
શ્રી દર્શનભાઈ દવેનો પ્રચાર પહેલેથી વ્યુહાત્મક હતો ! અને પોતાની રણનિતીને વળગી રહેતા ગુજરાત હાઈકોર્ટ બારમાં સેવા કરવાના દરવાજા ખુલી ગયા છે ! હવે ટીમવર્ક કરીને વકીલોને આપેલા વચનો પુરા કરવાના અભિયાનમાં જોડાવવાનો વિકલ્પ છે ! ગુજરાત હાઈકોર્ટ બારને એવું બાર બનાવવાનું છે કે અન્ય બાર તેમંથી પ્રેરણા લે અને ગુજરાતને શ્રેષ્ઠ ન્યાયાધીશો મળે !
ખજાનચીની જગ્યા એ મહિલા ઉમેદવારો માટે “અનામત” હતી ! જેમાં ચાર કાબેલ મહિલા ઉમેદવારો વચ્ચેના ચૂંટણી જંગમાં અમીબેન પટેલે ચૂંટણીરૂપી વેતરણી પાર કરી છે !
જર્મન ચાન્સલેર એન્જલા મેર્કલ કહે છે કે, “સ્વતંત્રતા વિના માણસ તેની સર્જનાત્મકતાને બહાર લાવી ન શકે”! ખજાનચી પદ દરેક મહિલા વકીલ ઉમેદવારોને પોતાનું નસીબ અજાવવાની અને ચૂંટણી જીતવાની તક હતી ! ખજાનચી પદ ઉપર ચારેય મહિલા વકીલો સક્ષમ અને પ્રતિભાશળી હતાં !
પરંતુ તેમાં સૌથી વધુ મત મેળવીને અમીબેન પટેલે ચૂંટણીરૂપી વેતરણી પાર કરી લીધી છે ! ચતુષ્ઠકોણીય ચૂંટણી જંગમાં રસપ્રદ રસાકસી જામી હતી ! હાઈકોર્ટ બારમાં ચારે મહિલા ધારાશાસ્ત્રીઓ બારને ઉપયોગી થાય એવા છે ! અમીબેન પટેલ જીતી ગયા પછી તેઓ તેમને મત નહીં આપનારના પણ પ્રતિનિધિ છે ! તે નાતે ચારે મહિલા ધારાશાસ્ત્રીઓ હાઈકોર્ટ બારની પ્રતિભા ઉજાગર કરવા માટે સક્રીય બને એ જરૂરી છે !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
