Western Times News

Gujarati News

૩ મહિલા અધિકારીનું નદીમાં રેતીચોરી પકડવા મધરાતે ઓપરેશન

પ્રતિકાત્મક

આ ઓપરેશન રોયલટી ઈન્સ્પેકટર મેહુલા સમભાયા, દેવયાનીબા જાડેજા અને માઈન્સ સુપરવાઈઝર સગુણા ઓઝાએ હિંમતપુર્વક પાર પાડયું હતું.

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના શાહપુર નજીકથી પસાર થતી સાબરમતી નદીના પટમાં ખનીજ માફીયાઓને ઝડપી લેવા માટે ખાણ-ખનીજ વિભાગની ત્રણ મહિલા અધિકારીની ટીમે મધરાતે ઓપરેશન હાથ ધર્યું હતું. અને રેતી ખનન કરવાના મશીનો અને ડમ્પરો સહીત રૂ.ર.પ૦ કરોડનાં મુદામાલ કબજે કરી વાહનોના માલીકો પાસેથી દંડ વસુલ કરવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.

જીલ્લા કલેકટર મેહુલ દવેના માર્ગદર્શનમાં અને મદદની ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહની સુચના હેઠળ ગાંધીનગર ખનીજ વિભાગની ટીમે શાહપુર ખાતે સાબરમતી નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી કરી છે.

આ ઓપરેશન રોયલટી ઈન્સ્પેકટર મેહુલા સમભાયા, દેવયાનીબા જાડેજા અને માઈન્સ સુપરવાઈઝર સગુણા ઓઝાએ હિંમતપુર્વક પાર પાડયું હતું. એક અઠવાડીયાથી સતત વોચ રાખ્યા બાદ ગત રાત્રે ૩.૩૦ કલાકે નદીના પટમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

મહીલા અધિકારીઓએ નદીના પટમાં અડધો કિલોમીટર સુધી વાહનોનો પીછો કરી એસેવેટર મશીન તથા પ ડમ્પરને પકડી પાડયા હતા. તથા સુત્રોએ કહયુંકે, ઓપરેશન દરમયાન જેસીગ ચતુરભાઈ પટેલ, નવગણ ભરવાડ, અરવીંદ વણઝારા અને અન્ય વાહન માલીકોની સંડોવણી બહાર આવી છે.

મહીલા અધિકારીઓએ ઘટનાઓથી એક પીળા કલરનું હીટાચી એસ્કવેટર અને એક સનન એસ્કેવેટર મશીન જપ્ત કર્યું છે. ઉપરાંત પાંચ ડમ્પરો પણ ઝડપાયા છે. જેમાંથી કેટલાક રેતી ભરીને નજીકના સ્ટોક વિસ્તારમાં જઈ રહયા હતા. ૭ મશીનો અને વાહનોની કિમત આશરે ર.પ૦ કરોડ છે.

કૌભાંડમાં નવઘણભાઈ ભરવાડ, અરવિંદભાઈ વણઝારા કરણભાઈ, માકડીયા, વિશાલભાઈ ભરવાડ, કિરણભાઈ ઔડા અને નરેશભાઈ ઠાકોર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.