ઝેલેન્સ્કીની ક્રિસમસ વિશ રાષ્ટ્રપતિ પુતિનનું મોત માગ્યું
કિવ, છેલ્લાં ચાર વર્ષથી રશિયા સામે લડી રહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ક્રિસમસની ઉજવણી ટાણે દેશવાસીઓ માટે એક સંદેશ જાહેર કર્યાે છે. ઝેલેન્સ્કીએ જારી કરેલાં આ વિડીયો સંદેશમાં તેમણે યુદ્ધનો સામનો કરી રહેલા દેશના નાગરિકોનો ઉત્સાહ વધારવાની સાથે સાથે જ સાંતા ક્લોઝ પાસે પોતાના કટ્ટર દુશ્મન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મોત માગ્યું છે.
ઝેલેન્સ્કીનો આ વિડીયો સંદેશ વાયરલ થયો છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ક્રિસમસની શુભેચ્છા પાઠવતા લોકોને મુશ્કેલીના આ સમયમાં એકજૂથ રહેવાની અપીલ પણ કરી છે.
ક્રિસમસની પૂર્વ સંધ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, “રશિયાએ આપણને અસહ્ય પીડા આપી છે. પરંતુ તે કદીયે યુક્રેનના નાગરિકોનું મનોબળ, વિશ્વાસ અને એક્તા તોડી નહીં શકે. પુતિનનું નામ લીધા વગર ઝેલેન્સ્કીએ કહ્યું કે, “આજે આપણે બધાં એક જ સપનું જોઈએ છીએ અને આપણી સૌની એક જ ઈચ્છા છે કે, ‘તેનો નાશ થાય’… આપણામાંની દરેક વ્યક્તિ પોતાના મનમાં આવું વિચારી શકે છે.
પરંતુ જ્યારે આપણે ભગવાન પાસે કંઈક માગીએ છીએ, ત્યારે હંમેશા કંઈક મોટું માંગીએ છીએ, આપણે યુક્રેન માટે શાંતિ માંગીએ છીએ. આપણે તેના માટે લડીએ છીએ, તેના માટે પ્રાર્થના કરીએ છીએ અને આપણે તેના હકદાર છીએ.”
યુક્રેનિયન રાષ્ટ્રપતિએ આ પહેલા પત્રકારો સાથેની એક બ્રીફિંગમાં અમેરિકા સાથે મળીને તૈયાર કરવામાં આવેલી ૨૦-મુદ્દાની યોજનાની વિગતો પણ આપી હતી. તેમણે કહ્યું કે યુદ્ધ ખતમ કરવાની યોજના હેઠળ યુક્રેન દેશના પૂર્વી વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચશે.SS1MS
