પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ, લાખો લાભાર્થીઓની વિગતો જ ખોટી: કેગ
નવી દિલ્હી, દેશના યુવાનોને રોજગારી અને આંત્રપ્રિન્યોરશિપ માટે તૈયાર કરવાના આશયથી કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૫માં શરૂ કરેલી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક સ્તરે કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.
કેગે પીએમકેવીવાયમાં અનેક પ્રકારની ગંભીર ખામીઓ અને ગેરરીતિઓનો ઘટસ્ફોટ કર્યાે છે. કેગના રિપોર્ટ મુજબ આ યોજના હેઠળના લાભાર્થીઓના બેન્ક ખાતા, ઈ-મેલ આઈડી, મોબાઈલ નંબર સહિતની વિગતો ખોટી દર્શાવાઈ છે. તાલિ કેન્દ્રો પર પણ તાળા લટકતા હોવાનું કેગે જણાવ્યું હતું.
સરકારે સાત વર્ષમાં આ યોજના પાછળ રૂ. ૧૪૪૫૦ કરોડનો ખર્ચ કર્યાે હતો. કેગનો આ રિપોર્ટ લોકસભામાં રજૂ કરાયો હતો.પીએમકેવીવાય યોજનાનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ)એ તેમાં અનેક ખામીઓ અને ગેરરીતિઓનો ઘટસ્ફોટ કર્યાે હતો.
આ રિપોર્ટ મુજબ આ યોજના હેઠળ અનેક લાભાર્થીઓના બેન્ક ખાતા નંબર ખોટા લખાયા છે. વધુમાં લાભાર્થી યુવાનોના ઈ-મેલ આઈડી, ફોન નંબર ખોટા અપાયા છે. આ સિવાય અનેક લાભાર્થીઓ માટે એક સમાન ફોટાનો ઉપયોગ કરાયો છે.
સૈંકડો યુવાનોને તાલિમ આપનારા તાલિમ સેન્ટરો પર તાળા લાગેલા હોવાનું પણ સામે આવ્યું છે.કેન્દ્ર સરકારે દેશમાં યુવાનોને રોજગારી મળે અને તેમનું કૌશલ્ય વધે તે માટે વર્ષ જુલાઈ ૨૦૧૫માં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પીએમકેવીવાય) શરૂ કરી હતી.
આ યોજના શરૂ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેના હેઠળ યુવાનોને વ્યાવસાયિક, ટેકનિકલ અને કૌશલ્ય વિકાસનું શિક્ષણ અપાશે. આ યોજના ત્રણ તબક્કામાં લાગુ કરાઈ હતી અને તેમાં કુલ રૂ. ૧૪૫૦૦ કરોડનો ખર્ચ થયો હતો. આ યોજના હેઠળ લાભાર્થી યુવાનના બેન્ક ખાતામાં જ સીધા રૂ. ૫૦૦ જમા થવાના હતા. વર્ષ ૨૦૨૨ સુધી આ યોજના ચાલી હતી. આ યોજનાનું સંચાલન સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (એસડીઈ) મિનિસ્ટ્રીના હાથમાં હતું.SS1MS
