કોચ તરીકે ટકી રહેવું કે નહીં તે મારા હાથમાં નથીઃ મેક્કુલમ
મેલબોર્ન, ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ચીફ કોચ બ્રેન્ડન મેક્કુલમે કોચ તરીકેની પોતાની ભૂમિકામાં જારી રહેવાની ઇચ્છા પર ભાર મૂક્યો હતો પરંતુ સાથે સાથે એમ પણ કબૂલ્યું હતું કે ટીમના નિરાશાજનક એશિઝ અભિયાન બાદ તેમનું ભવિષ્ય હવે તેમના નિયંત્રણમાં નથી.ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ ટેસ્ટ ક્રિકેટ સિરીઝમાં ઇંગ્લેન્ડે પ્રથમ ત્રણ ટેસ્ટ ગુમાવતા ૦-૩ના સ્કોર સાથે એશિઝ ગુમાવી દીધી છે. આમ થતાં કોચ તરીકેના મેક્કુલમના ભવિષ્ય સામે સવાલો ઊભા થયા છે.
ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપના અંત સુધી ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) સાથે કરારબદ્ધ છે. જેમાં તે જ વર્ષે યોજાનારી આગામી એશિઝ (ઇંગ્લેન્ડમાં) સિરીઝ પણ સામેલ છે.શું તેમને લાગે છે કે તમે આવતા વર્ષે ઘરઆંગણે યોજાનારી એશિઝમાં ઇંગ્લેન્ડની ટીમનો ચાર્જ સંભાળશો તેના જવાબમાં મેક્કુલમે જણાવ્યું હતું કે હું જાણતો નથી. આ બાબત ખરેખર મારા પર નિર્ભર નથી.
હું ફક્ત કાર્ય કરવાનો પ્રયાસ કરતો રહીશ, જે બોધપાઠ હું અહીં બરાબર મેળવી શક્યો નથી તે શીખવાનો પ્રયાસ કરીશ અને આયોજન કરતો રહીશ. જોકે આ ભૂમિકાને ખૂબ સારી ભૂમિકા ગણાવતા મેક્કુલમે કહ્યું કે ભારે ટીકા છતાં તે પ્રેરિત રહે છે.
આ સારી ભૂમિકા છે. તે ખૂબ જ મજાની છે.તમે ખેલાડીઓ સાથે દુનિયાભરમાં ફરો છો અને કેટલુંક રોમાંચક ક્રિકેટ રમવાનો પ્રયાસ કરો છો અને કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો. મારા માટે તે ફક્ત લોકોમાંથી શ્રેષ્ઠ મેળવવાનો પ્રયાસ કરવાનો અને તેમની સાથે તમે જે કરી શકો તે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાનો વિષય છે. કેટલાક નિર્ણયો અન્ય લોકો પર નિર્ભર છે.
મને લાગે છે કે મેં જ્યારે પદ સંભાળ્યું ત્યારથી અમે થોડી પ્રગતિ કરી છે. તેમ અંગ્રેજ મીડિયાએ મેક્કુલમને ટાંકીને જણાવ્યું હતું.મેક્કુલમને શરૂઆતમાં ઈંગ્લેન્ડના ટેસ્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને પછી આ વર્ષની શરૂઆતમાં વ્હાઇટ-બોલ ટીમોનો હવાલો પણ સોંપવામં આવ્યો હતો.છેલ્લે ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત્યા બાદથી ઇંગ્લેન્ડ ટેસ્ટમાં ૧૮ મેચ સુધી ઓસી. સામે ટેસ્ટ જીત્યું નથી.SS1MS
