Western Times News

Gujarati News

ધ લાયન કિંગ ફેમ અભિનેત્રી ઈમાની દિયા સ્મિથનું નિધન

મુંબઈ, હોલિવૂડ અને બ્રોડવેની જાણીતી બાળ કલાકાર અને ડિઝનીની ‘ધ લાયન કિંગ’માં ‘યંગ નાલા’નું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર ઈમાની દિયા સ્મિથની કરુણ હત્યા કરવામાં આવી છે. માત્ર ૨૫ વર્ષની વયે ઈમાની પર તેના જ બોયફ્રેન્ડ દ્વારા ચપ્પુના અનેક ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે.

અહેવાલો અનુસાર, ૨૧ ડિસેમ્બરે સવારે ૯ઃ૧૮ વાગ્યે પોલીસને ૯૧૧ પર એક કોલ મળ્યો હતો, જેમાં કોઈના પર ચપ્પુથી હુમલો થયો હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ મામલે તપાસ કર્યા બાદ પોલીસે ઈમાનીના ૩૫ વર્ષીય બોયફ્રેન્ડ જોર્ડન ડી. જેક્સન-સ્મોલની ધરપકડ કરી લીધી છે.

તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર (હત્યા), સેકન્ડ-ડિગ્રીમાં બાળકની સુરક્ષા જોખમમાં મૂકવી અને ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ, સ્મિથ અને જેક્સન-સ્મોલ એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા, એટલે આ કોઈ અચાનક બનેલી હિંસક ઘટના નહોતી, પરંતુ તેની પાછળ કોઈ ચોક્કસ કારણ હોઈ શકે છે.ઈમાની તેના પરિવારમાં કમાણી કરનાર એકમાત્ર વ્યક્તિ હતી.

તેના નિધન બાદ તેનો ૩ વર્ષનો પુત્ર, માતા-પિતા અને બે ભાઈ-બહેન નિરાધાર બન્યા છે. હાલમાં તેનો પુત્ર તેની માસી પાસે છે. ઈમાનીની માસી કીરા હેલ્પરના જણાવ્યા મુજબ, ઈમાની એક અત્યંત પ્રતિભાશાળી કલાકાર હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.