Western Times News

Gujarati News

૫૫ વર્ષની શબાના આવારાપન ટુમાં નેગેટિવ રોલ કરશે

મુંબઈ, ૫૫ વર્ષીય અભિનેત્રી શબાના આઝમી કારકિર્દીમાં પ્રથમ વખત ‘આવારાપન ટુ’માં ખલનાયિકાના રોલમાં જોવા મળશે. શબાના હાલ અન્ય એક પ્રોજેક્ટ માટે લંડનમાં શૂટિંગ કરી રહી છે. ત્યાં એક વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે કારકિર્દીમાં ક્યારેય મેં ખલનાયિકાનો રોલ કર્યાે ન હતો. કોઈ નેગેટિવ કેરેક્ટર ભજવવાની મારી વર્ષાેથી ઈચ્છા હતી. તે હવે આ ફિલ્મ સાથે પૂર્ણ થઈ રહી છે.

શબાનાએ કહ્યું હતું કે તેણે વર્ષાે પહેલાં બી. આર. ઈશારાની એક ફિલ્મમાં પોતાના સાવકા પુત્રની હત્યા કરતી માતાનો રોલ ભજવ્યો હતો. પરંતુ, તે ખલનાયિકાનો રોલ ન હતો. ઉલ્લેખનીય છે કે શબાના થોડા સમય પહેલાં ‘ડબ્બા કાર્ટેલ’ નામની ઓટીટી સીરિઝમાં ડ્રગના ધંધામાં સંડોવાયેલી વૃદ્ધાનો રોલ કરી ચૂકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.