અભિનેતા કાર્તિક આર્યને સલમાન ખાનના સોન્ગને રીક્રિએટ કર્યું
મુંબઈ, બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે. તેની નવી ફિલ્મ ‘તૂ મેરી મે તેરા, મે તેરા તૂ મેરી’માં ૩૦ વર્ષ જૂના ‘સાત સમુંદર પાર…’ ગીતને રીક્રિએટ કરીને ઉપયોગમાં લેવામાં આવ્યું છે.
આ ગીત સાંભળીને ઓડિયન્સ ચોંકી ગઈ છે. જ્યારે કાર્તિક આર્યને સલમાન ખાનના સોન્ગને રીક્રિએટ કર્યુ છે, ત્યારે સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હોવાનું સામે આવ્યું છે.કાર્તિક આર્યનની ફિલ્મ ‘તૂ મેરી મે તેરા…’ રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. પરંતુ આર્યને ફરી એકવાર ઓડિયન્સને નિરાશ કર્યા છે. કારણ કે, તેની નવી ફિલ્મમાં જૂના આઈકોનિક ગીતનું રીક્રિએટ વર્ઝનનો ઉપયોગ કરાયો છે.
આ ફિલ્મમાં ‘સાત સમુંદર પાર…’ ગીતને નવા અવાજ અને કોરિયોગ્રાફી સાથે બતાવવામાં આવ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે ફિલ્મ રિલીઝના અમુક સમયમાં ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હવે આ ફિલ્મમાં સલમાનના ‘સાજનજી ઘર આયે…’ ગીતનો ઉપયોગ કર્યાે છે, જેમાં કાર્તિકની એન્ટ્રી થાય છે. જોકે, આ વખતે ગીતના લિરિક્સ કે મ્યૂઝિક સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. ગીતમાં કાર્તિકની સાથે અનન્યા જોવા મળે છે.
ફિલ્મની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે, જેના પર ઘણા યુઝર્સના રિએક્શન સામે આવી રહ્યા છે.ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ કાર્તિક આર્યનને ટ્રોલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, એક્ટર એક પછી એક ગીતને રીક્રિએટ કરીને તેને બરબાદ કરી રહ્યો છે.
એક યુઝરે નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, ‘કાર્તિક આર્યન, પ્લીઝ અમારા જબરદસ્ત જૂના ગીતો અને ડાન્સ સ્ટેપ્સને બર્બાદ કરવાનું બંધ કરો. તમે સલમાન ખાનના સ્વેગ અને પર્સનાલિટીનો ૧ ટકો પણ મેચ નહી કરી શકતા.’ જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે, ‘ભાઈ દરેક ફિલ્મમાં રિમેક અને રિમિક્સ? આ વાત હવે પરેશાન કરવા લાગી છે. અમે છોડી દો…’તમને જણાવી દઈએ કે, ‘સાજનજી ઘર આયે’ ગીત કરણ જોહરની ફિલ્મ ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હે’નું છે.
આ ગીતને કાર્તિકે તેની નવી ફિલ્મમાં ઉપયોગ કર્યાે છે, જેના પ્રોડ્યુસર ખુદ કરણ જોહર છે. તેમની નવી ફિલ્મ ૨૫ ડિસેમ્બરના ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવી છે.SS1MS
