દીક્ષાંત સમારોહમાં ભરતનાટ્યમની નૃત્યદીક્ષા
અમદાવાદ: અમદાવાદના ભાગવત વિદ્યાપીઠના પવિત્ર પરિસરમાં ‘કલાસૂર્ય ફાઉન્ડેશન’ દ્વારા ભરતનાટ્યમ દીક્ષાંત સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 8 પ્રતિભાશાળી બાલિકાઓએ તેમના પ્રથમ ‘આરંગેત્રમ્’ દ્વારા વર્ષોની કઠોર નૃત્ય સાધનાને મંચ પર સાકાર કરી.
તાલ, લય અને ભાવના સુંદર સમન્વય સાથે આ દીકરીઓએ ભારતીય નૃત્યકલાની પરંપરાને જીવંત રાખી છે. ફાઉન્ડેશનના સંગીતા પટેલના જણાવ્યા મુજબ, સંસ્થા માત્ર ટોકન ફી પર શિક્ષણ આપીને વિદ્યાર્થીઓના અંદર છુપાયેલા કલાકારને ઘડવાનું ઉમદા કાર્ય કરી રહી છે. ફાઉન્ડેશન દ્વારા આઠ પ્રતિભાશાળી બાલિકાઓને નૃત્યદીક્ષા આપવામાં આવી. બાલિકાઓએ આરંગેત્રમ્ દ્વારા પોતાની પ્રથમ જાહેર પ્રસ્તુતિ આપી હતી. ઉષ્માબેન અને દિગંતભાઈ ભટ્ટની પુત્રી ઉદીતા અને અન્ય બાલિકાઓએ ‘આરંગેત્રમ્’ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
