Western Times News

Gujarati News

ઈઝરાયલે એવો કયો નિર્ણય લીધો જેને લીધો દુનિયાના ૨૧ મુસ્લિમ દેશો ભડક્યા

(એજન્સી)જેરૂસાલેમ, મિડિલ ઈસ્ટના દેશોમાં ભારે હડકંપ મચી રહ્યો છે. ઈઝરાયલે ૨૬મી ડિસેમ્બરે આફ્રિકાના હોર્ન પ્રદેશમાં સ્થિત સોમાલીલેન્ડને સત્તાવાર રીતે એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી છે. આમ કરનાર ઈઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જો કે, ઈઝરાયલના આ સાહસિક પગલાએ મુસ્લિમ દેશોના સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સોમાલીલેન્ડના પ્રમુખ અÂબ્દરહમાન મોહમ્મદ અબ્દુલ્લાહી વચ્ચે થયેલા કરાર બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. સોમાલીલેન્ડ વર્ષ ૧૯૯૧માં સોમાલિયાથી અલગ થયા બાદ તે આંતરરાષ્ટ્રીય માન્યતા માટે ઝંખતું હતું. સોમાલિયા આ પ્રદેશને પોતાનો અભિન્ન ભાગ માને છે. ઈઝરાયલના આ નિર્ણયને સોમાલિયાની સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જોવામાં આવે છે.

ઈઝરાયલના આ નિર્ણય સામે જોર્ડન, ઇજિપ્ત, અલ્જેરિયા, કોમોરોસ, જીબુટી, ગાÂમ્બયા, ઈરાન, ઇરાક, કુવૈત, લિબિયા, માલદીવ, નાઇજીરીયા, ઓમાન, પાકિસ્તાન, પેલેસ્ટાઈન, કતાર, સાઉદી અરેબિયા, સોમાલિયા, સુદાન, તૂર્કિયે અને યમને ઈઝરાયલ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
ઈસ્લામિક સહકાર સંગઠન અને આરબ લીગે ૫ મુખ્ય મુદ્દાઓ સાથે ઈઝરાયલની નિંદા કરી છે

•શાંતિને જોખમઃ આ નિર્ણયથી રાતા સાગર અને આફ્રિકાના હોર્ન પ્રદેશમાં અસ્થિરતા વધશે. •કાયદાનું ઉલ્લંઘનઃ આ પગલું યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન છે.

•અખંડિતતાનો ભંગઃ કોઈ પણ દેશના ભાગને અલગ માન્યતા આપવી એ તેની પ્રાદેશિક અખંડિતતા પર પ્રહાર છે.•

સોમાલિયાને સમર્થનઃ તમામ મુસ્લિમ દેશોએ સોમાલિયાની એકતાને સમર્થન આપ્યું છે. •વિસ્તરણવાદી નીતિઃ આ નિર્ણયને ઈઝરાયલની વિસ્તરણવાદી વિચારધારા ગણાવી તેની નિંદા કરાઈ છે.

સામાન્ય રીતે ઈઝરાયલના સમર્થક મનાતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે નેતન્યાહૂને ઝટકો આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.