વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયા
(એજન્સી) વડોદરા, વડોદરા સ્થિત ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને રવિવારે ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ થયો હોવાનું બહાર આવ્યું છે. માંજલપુર મત વિસ્તારના પીઢ અને જાગૃત એવા ધારાસભ્યએ ભેજાબાજોને સંભળાવ્યું હતું કે, તું જે સ્કૂલમાં ભણે છે એના અમે પ્રિÂન્સપાલ રહી ચૂકયા છીએ.
આ સાંભળતાની સાથે રોંગ નંબર કહીને ભેજાબાજોએ ફોન કટ કરી દીધો હોવાની ઘટના બની હતી. જો કે, આ બાબતની ગંભીરતા લઈને તેઓએ તાત્કાલિક ડે.ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી સાથે વાતચીત કરીને આડેધડ સીમકાર્ડ વેચનારાઓ પર નીતિ નિયમો બનાવીને નિયંત્રણ લાવવા માટે રજૂઆત કરી હતી તેની સાથે આવા લોકો પર વોચ રાખવા માટે પોલીસ કમિશનરને તાકીદ કરતાં સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આઠમી વખત ધારાસભ્ય બનેલા વડોદરાના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલને રવિવાર સવારે ૧૧ઃર૭ કલાકે મોબાઈલ પર કોલ આવ્યો હતો. સાવ સાદો કિપેડવાળો ફોન ધરાવતા યોગેશ પટેલ કયારેય નંબર સુદ્ધાં પણ જોતા નથી. કોઈનો પણ ફોન આવે રિસીવ કરી વાત કરવાની આદત ધરાવતા યોગેશ પટેલને સામેવાળાએ નંબર કન્ફર્મ કરી કહ્યું કે, તે અમદાવાદ પોલીસમાંથી બોલે છે. આ સીમ તમે વાપરો છો.
તમારી વિરૂદ્ધ એક કેસમાં નોટિસ નીકળી છે. આ સાંભળતાની સાથે યોગેશ પટેલે સામેવાળાને કહ્યું. તું જે સ્કૂલમાં ભણે છે એના અમે પ્રિÂન્સપાલ રહી ચૂકયા છીએ. તેની સાથે રોંગ નંબર કહીને સામેવાળા ભેજાબાજે ફોન કટ કરી દીધો હતો.
ધારાસભ્ય યોગેશ પટેલે તાત્કાલિક તેમના મિત્રને બોલાવીને આ નંબરની ટ›કોલર પરથી વિગતો લીધી હતી. જે નંબર ગ્રેટર મુંબઈ પોલીસ લખેલું ચિત્ર જણાતા ચોંકી ગયેલા યોગેશ પટેલ સાયબર ક્રાઈમ રોકવા પોલીસ કમિશનરને આ અંગેની જાણ કરી હતી.
પોલીસ કમિશનરે સાયબર ક્રાઈમના પીઆઈને આ અંગેની તાત્કાલિક જાણ કરીને સૂચનાઓ આપી હતી. લારીઓ-પથારાઓ પર વેચાતા સીમકાર્ડના વેચાણની એસઓપી બનાવવા અને આધાર સાથે સાક્ષીઓ લાવવા આદેશ આપ્યો હતો.
